SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ( ૭૮ ) ઉ. સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય-એમ સતનો વિસ્તાર છે; તેથી પર્યાય પણ એક સમય પૂરતો સત્ છે. (પ્રવચનસાર ગા. ૧૦૭) પ્ર. ૨૪૩-ગુણ અંશ છે કે અંશી ? ઉ. દ્રવ્યની અપેક્ષાએ ગુણ એ દ્રવ્યનો અંશ છે અને પર્યાયની અપેક્ષાએ તે અંશી છે. પ્ર. ૨૪૪-૫ર્યાય કોનો અંશ છે? ઉ. તે ગુણનો એક સમય પૂરતો અંશ છે, તેથી તે દ્રવ્યનો પણ એક સમય પૂરતો અંશ છે. પ્ર. ૨૪૫-પુદ્દગલપરમાણુ વગેરે પાંચ અજીવ (અચેતન ) દ્રવ્યો છે તે કંઈ જાણતા નથી; તો તે કોઈના આધાર (સહાય) વિના વ્યવસ્થિત કેમ રહે? ઉ. તેઓ અસ્તિત્વાદિ ગુણો સહિત હોવાથી તથા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણે સત્લક્ષણવાળાં હોવાથી તેમને કોઈના આધારની જરૂર નથી. તેમને સ્વસત્તાના આધારે નિરન્તર ક્રમબદ્ધ ઉત્પાદ-વ્યયરૂપ વ્યવસ્થિત અવસ્થા થયા જ કરે છે. પ્ર. ૨૪૬-ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયને સરખાવો. ઉ. (૧) ત્રણેનું ક્ષેત્ર સરખું અર્થાત્ એક જ છે. (૨) કાલની અપેક્ષાએ દ્રવ્ય-ગુણો ત્રિકાલ અને પર્યાય એક સમય પૂરતો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy