SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ( ૭૫ ) પ્ર. ૨૨૯–સાદિઅનંત સ્વભાવવ્યંજનપર્યાય અને સાદિ અનંત સ્વભાવઅર્થપર્યાય કોને હોય છે? ઉ. સિદ્ધ ભગવાનને; કારણ કે તેમને વિકાર અને પરિમિત્તનો સંબંધ સર્વથા છૂટી ગયો છે. પ્ર. ૨૩૦-આકારમાં ( (વ્યંજનપર્યાયમાં ) તફાવત હોય પણ અર્થપર્યાયમાં સમાનતા હોય એવાં દ્રવ્યો કયા અને કેટલાં છે? ઉ. એવા સિદ્ધ ભગવાનો છે અને તે અનંત છે. પ્ર. ૨૩૧-ત્રિકાલ સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાય કયા દ્રવ્યોને હોય છે? ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ-એ ચાર દ્રવ્યોને હોય છે. પ્ર. ૨૩૨-પ્રથમ અર્થપર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજનપર્યાય શુદ્ધ થાય-એમ કયા દ્રવ્યમાં બને છે? ઉ. તેમ જીવ દ્રવ્યમાં બને છે, જેમકે ચોથા ગુણસ્થાને શ્રદ્ધા ગુણનો પર્યાય પ્રથમ શુદ્ધ થાય છે; બારમે ગુણસ્થાને, ચારિત્રગુણનો અર્થપર્યાય શુદ્ધ થાય છે; તેરમા ગુણસ્થાને જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણના પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થાય છે; ચૌદમા ગુણસ્થાને યોગ ગુણનો પર્યાય શુદ્ધ થાય છે, અને સિદ્ધદશા થતાં વૈભાવિક ગુણ, ક્રિયાવતીશક્તિ તથા ચાર પ્રતિજીવી ગુણો અવ્યાબાધ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy