SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૬૪) દૃષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે માટે શુદ્ધ નિશ્ચયનયથી તે ૫૨કૃત છે. આ વિકારોને શુદ્ધ નિશ્ચયનયથી નીચેનાં નામોથી ઓળખાય છે: પરકૃત, પરભાવ, પરાકાર, પુદ્દગલભાવ, કર્મજન્મભાવ, પ્રકૃતિશીલ સ્વભાવ, પરદ્રવ્ય, કર્મકૃત, તદ્દગુણાકાર સંક્રાન્તિ, પરગુણાકાર, કર્મપદસ્થિત, જીવમાં થતા અજીવભાવ, તદ્દગુણાકૃતિ, પરયોગકૃત, નિમિત્તકૃત વગેરે. પણ તેથી તેઓ ૫૨કૃતાદિ થઈ જતા નથી. માત્ર પોતાનામાંથી જ તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે. (જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૭૨નો ભાવાર્થ ) તે પર્યાયમાં પોતાનો જ દોષ છે, બીજા કોઈનો તેમાં જરાપણ હાથ કે દોષ નથી. પંચાધ્યાયી ભા. ૨ ની ગાથા ૬૦ અને ૭૬ માં ‘જીવ પોતે જ અપરાધવાન છે' એમ કહ્યું છે. માટે પરદ્રવ્ય કે કર્મનો ઉદય જીવમાં વિકાર કરે-કરાવે કે કર્મના ઉદયના કારણે જીવને વિકાર કરવો પડે એમ માનવું તે મિથ્યા છે. નિમિત્તકારણ છે તે ઉપચરિત કારણ છે પણ વાસ્તવિક કારણ નથી. તેથી તેને પંચાધ્યાયી ભા. ૨ ગા. ૩૫૧ માં અહેતુવ—અકા૨ણવત્ કહ્યું છે. પ્ર. ૧૮૩-એવા કયા વિશેષ ગુણો છે કે જે બે દ્રવ્યોમાં જ રહે? ઉ. ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ-એ બે ગુણો જીવ અને પુદ્દગલ દ્રવ્યોમાં જ હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy