SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ ( ૨૭ अथ प्रतिपाद्यः पर्यनुयुङ्क्ते- 'तस्मिन्नपि यदि सुखी स्यात् को दोष ? इति' भगवन् ! संसारेपि न केवलं मोक्ष इत्यपि शब्दार्थः। चेज्जीवः सुखयुक्तो भवेत् तर्हि को दोषो न कश्चित् दोषो दुष्टत्वं संसारभ्य सर्वेषां सुखस्यैव आप्तुमिष्टत्वात् येन संसारच्छेदाय संतो यतेरन्निति। ભાવાર્થ- આ લોકમાં એ કથા પ્રસિદ્ધ છે કે દેવોએ મંથરાચલ પર્વતને મંથન-દંડ બનાવી બે નેતરાંથી તેની ખેંચતાણ કરી સમુદ્રનું મંથન કર્યું, તેમ આ જીવ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળભવ-ભાવરૂપ-પંચપરાવર્તનરૂપ-સંસાર-સમુદ્રમાં અજ્ઞાનજનિત રાગ-દ્વેષરૂપી નેતરાંની આકર્ષણ-ક્રિયાથી અનાદિકાળથી ઘૂમતો રહ્યો છે. કોઈપણ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ નથી છતાં જે વસ્તુ ઇષ્ટ લાગે છે તેમાં તે રાગ કરે છે અને જે અનિષ્ટ લાગે છે તેમાં દ્વષ કરે છે. દેહાદિ પદાર્થોમાં આત્મભ્રાન્તિ તે જ રાગ-દ્વેષનું મૂળકારણ છે. રાગ-દ્વેષ બંને શક્તિ-વ્યક્તિ અપેક્ષાએ યુગપત (એકી સાથે) હોય છે. જ્યાં એક પ્રતિ રાગ પ્રગટરૂપે (વ્યક્તરૂપે) હોય, ત્યાં બીજા પ્રત્યે દ્વેષ પણ શક્તિરૂપે હોય જ. એમ બંનેનો પરસ્પર અવિનાભાવસંબંધ છે. રાગ-દ્વેષ બીજા અનેક દોષનું મૂળ છે. તેનાથી મન અતિ વિહળ અને ચંચળ બને છે. વળી સંસારચક્રનું મૂળકારણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ જ છે, કારણકે તેના નિમિત્તે કર્મબંધ, કર્મબંધથી ગતિ-પ્રાપ્તિ, ગતિથી શરીર, શરીરથી ઇન્દ્રિયો, ઈન્દ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ-દ્વેષ અને વળી રાગ-દ્વેષથી કર્મબંધ થાય છે- એમ સંસારચક્ર ચાલ્યા જ કરે છે. ૧૧. હવે શિષ્ય પૂછે છે- “ભગવન્! જો તેમાં પણ (સંસારમાં પણ) જીવ સુખી રહેતો હોય તો શો દોષ? કેવળ મોક્ષમાં જ સુખી રહે એમ કેમ? – એવો પણ શબ્દાર્થ છે. જો જીવ સંસારમાં પણ સુખી થાય તો શો દોષ? કોઈ દોષ નહિ, કારણ કે સંસારના સર્વ જીવોને સુખની જ પ્રાપ્તિ ઈષ્ટ છે, તો પછી સંત પુરુષો સંસારના નાશ માટે કેમ પ્રયત્ન કરે છે? (અર્થાત્ જો સંસારમાં જ સુખની પ્રાપ્તિ થતી હોય, તો સંસારમાં એવો શો દોષ છે કે તેથી સંત પુરુષો તેના નાશ માટે પ્રયત્ન કરે છે ? ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy