SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા ) ઇબ્દોપદેશ (૧૫ इत्यादि-अतो ज्ञायते ऐन्द्रियकं सुखं वासनामात्रमेव नात्मनः स्वाभाविकानाकुलत्वस्वभावं। कथमन्यथा लोके सुखजनकत्वेन प्रतीतानामपि भावानां दुःखहेतुत्वं । एवं દુ:ઉમાિા अत्राह पुनः शिष्यः- एते सुखदुःखे खलु वासनामात्रे कथं न लक्ष्येते इति-खल्विति वाक्यालंकारे निश्चये वा। कथं ? केन प्रकारेण न लक्ष्येते न संवेद्येते लोकैरिति शेषः। शेषं स्पष्टम्। ભાવાર્થ- અજ્ઞાની જીવોને જે સુખ-દુ:ખ હોય છે તે ઇન્દ્રિયજનિત છે- વાસનામાત્ર જ “દેહાદિ પદાર્થો મને ઉપકારક છે, માટે ઇષ્ટ છે અને તેઓ મને અપકારક (અહિતકારક) છે એમ કોઈક વાર માને છે માટે અનિષ્ટ છે' - એવી વિભ્રમરૂપ કલ્પનાથી ઉત્પન્ન થયેલો સંસ્કાર તે વાસના છે. અજ્ઞાની જીવ, આવી વાસનાના કારણે ભોગોના નિમિત્તે ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયજનિત સુખમાં ભ્રમથી વાસ્તવિક (સાચા) સુખની કલ્પના કરે છે. આ ભોગો રોગ સમાન છે. તેઓ દુ:ખના સમયે રોગની જેમ આકુલતા ઉગતાનાં નિમિત્ત થાય છે. કોઈ કારણથી મન દુ:ખી હોય અર્થાત્ ચિત્ત-ક્ષોભ હોય, તો સુંદર ભોગો પણ ઉદ્વેગકારક લાગે છે; તેઓ અસહ્ય લાગે છે. ભૂખ-તરસથી પીડાતા મનુષ્યને સુંદર મહેલ, ચંદન, ચંદ્રનાં કિરણ, યુવતીઓ વગેરે સુંદર પદાર્થો પણ દુ:ખકર લાગે છે. ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્ર અથવા કલ્પનાજનિત છે. તે આત્માનું સ્વાભાવિકઅનાકુલરૂપ સુખ નથી, પણ વાસ્તવમાં તે દુઃખ જ છે, તેથી તેમાં વાસ્તવિક સુખની કલ્પના કરવી વ્યર્થ છે. જો ઇન્દ્રિયજન્ય સુખ વાસનામાત્ર-વિભ્રમજન્ય ન હોય તો આ સંસારમાં જે પદાર્થ સુખદાયક મનાય છે તે દુ:ખદાયક કેમ મનાય? તેથી અજ્ઞાની જીવોનું સુખ-દુઃખ કેવળ વાસનામાત્ર છે, બન્ને દુ:ખ છે. ૬ અહીં શિષ્ય ફરીથી કહે છે- “જો તે સુખ-દુ:ખ ખરેખર (“વસુ' શબ્દ વાક્યાલંકાર યા નિશ્ચયના અર્થમાં છે.) વાસનામય હોય, તો (લોકોને) તે (વાસનામાત્ર છે એમ) કેમ માલૂમ પડતું નથી ? અર્થાત્ લોકોને તે કેમ સંવેદનમાં આવતું નથી ? શેષ સ્પષ્ટ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy