SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ જ્ઞાયક ભાવ સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે-એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં, ( જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં “પ્રમત્ત-અપ્રમત્ત” એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે, પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy