SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * તત્વવેદી અધ્યાત્મના પ્રખર વકતા પૂ.ભાઈશ્રી: પૂ. ગુરુદેવશ્રીનાં સ્વર્ગારોહણ બાદ પૂ. ગુરુદેવના તત્ત્વજ્ઞાનને આપશ્રીએ સુરક્ષિત રાખ્યું. તેમજ જીવનની અંતિમ ક્ષણો સુધી આપશ્રી જૈનધર્મના સિદ્ધાંતોમાં અચલ મેરુની જેમ અડિંગ અને નિશંક રહ્યા. આ વાતનું સમર્થન આપતાં હિન્દી સમાજના શિરમોર પંડિત આદરણીય બાબુયુગલકિશોરજી “યુગલ” ઘણી વખત જાહેર પ્રવચનો શિબિરોમાં ફરમાવતા કે...ગુરુદેવકા તત્ત્વ કેવલ લાલચંદભાઈ કે હૃદયમેં સુરક્ષિત હૈ.” * પૂ.ભાઈશ્રીની ભાવનાઃ ૫. ભાઈ શ્રીના શુદ્ધનય દ્વારા સિદ્ધાંતબોધની નિષ્કપભૂમિ ઉપર સ્વભાવની નિગાહ. પ્રગટ કરાવતાં ન્યાયોથી સભર પ્રવચનોને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માટે અનેક વાર મુમુક્ષ તરફથી આગ્રહું થતો ત્યારે...હંમેશાં તેઓશ્રી એકજ ઉત્તર આપતાં કે.પૂ. ગુરુદેવશ્રીનું છપાવો મારું કાંઈ નહીં. સંકલિત પ્રતિભાસનું પુસ્તક છપાવવું, તેવી અમારી ભાવનાની સામે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહ્યું કે મારા સ્વર્ગવાસ પછી દિવાળી ૯૧ની સાલના સમયસાર ૩૭૩ થી ૩૮૨ ગાથાનાં પ્રવચનો તેમજ દ્રવ્યસ્વભાવ-પર્યાય સ્વભાવ છપાવજો. * પૂ. ભાઈશ્રીના મહામંગળકારી ૮૯મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે પૂ. ભાઈશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત નથી. તેઓશ્રી સમયસારમયી હતા. તેમણે પરમાગમોનું અવગાહન કરી અને તેમાં રહેલી સંચિત રત્નરાશિને મુક્ત હૃદયે, મુક્તભાવે પ્રભાવના કરી. મંગલમય ૮૯મી જન્મજયંતિની મંગલઘડીનું પ્રથમ મંગલ પ્રકાશન છે અમારું.. “જ્ઞાનથી....જ્ઞાનનું.... ભેદજ્ઞાન” આ મંગલ સુઅવસરે પૂ. ભાઈશ્રીનાં વિધ-વિધ સ્થળે થયેલાં માંગલિક પ્રવચનોની મંગલપ્રસાદી રૂપ પ્રવચનોનું મંગલ...મંગલાચરણ. જે મંગલ સ્વભાવની, મંગલ જ્ઞાન ગર્જના કરતા, મંગલમૂર્તિ જ્ઞાયક ભાવને ઘોષિત કરે છે. * પ્રકાશનનો હેતુ: (૧) સૌ પ્રથમતો સ્વભાવ લક્ષે સ્વાધ્યાય થશે તો જરૂર આત્મદર્શન થશે. (૨) આ પ્રવચનોમાં ધ્યેયનું સ્વરૂપ, શેયનું સ્વરૂપ, ધ્યેયપૂર્વક શેયનું સ્વરૂપ, સાધ્યનું સ્વરૂપ, સાધકનું સ્વરૂપ આમ જિનોક્ત તત્ત્વદર્શનની સંપૂર્ણ વિધિ આમાં વણાયેલી છે. (૩) વળી આ પુસ્તકના સ્વાધ્યાયથી વર્તમાન તેમજ ભવિષ્યના આસનભવ્ય જીવોને સમ્યકુમાર્ગ દષ્ટિગોચર થતો રહે તે જ ભાવના છે. (૪) અને મોહની ઉત્પત્તિનું મૂળિયું ઇન્દ્રિયજ્ઞાન છે. તેથી ભાવેન્દ્રિયોથી ભેદજ્ઞાન કરવાની અપૂર્વ કળા આમાં રહેલી છે. (૫) તદ્દઉપરાંત દિગમ્બર સમાજનો કોયડો “સ્વપર પ્રકાશક' છે. તેનો ઉકેલ પણ આ પ્રવચનોમાં સ્પષ્ટપણે પ્રતિપાદિત થયેલો છે. (૬) અને પૂ. ગુરુદેવશ્રીએ તત્ત્વજ્ઞાનનો પાયો જે ઊંડો નાખ્યો છે, તે પંચમ આરાના છેડા સુધી ટકશે. એકાવતારી આત્મજ્ઞ . સોગાનીજીનાં વચનો પણ સાકાર થતાં જોવા મળે છે. ખરેખર જ્ઞાનીઓનાં સમ્યકુ નિર્મળ જ્ઞાનમાં ભવિષ્યનાં પ્રતિભાસનો વર્તમાનમાં આવિર્ભાવ થાય છે તે યથાર્થ છે. તેમજ પૂ. બહેનશ્રીનાં વચનામૃતમાં પણ બોલ છે કે પૂ. ગુરુદેવશ્રીનો મહિમા હજારો વર્ષો સુધી ગવાશે. આમ ધર્માત્માઓના વચનામૃત સાકાર થતા દેખાય છે. (૭) વળી સમયસાર આદિ પરમાગમોમાં અતિ ગુઢ રહસ્યો ભરેલાં છે. આપણી વર્તમાન યોગ્યતા અને મંદબુદ્ધિને કારણે તેમાં રહેલાં બ્રહ્માંડના ભાવોને સમજવા ઘણા કઠિન લાગે છે. તેથી જીવંત જિનવાણીના ભાવોને સમજવામાં સહાયક બને, સરળતા રહે તેમજ વીર-સીમંધરકુદ-અમૃત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy