SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૧૨ જિજ્ઞાસા બતાવી એણે ! વાત સાચી છે, અનાદિકાળનું અજાણ ( આત્મ) તત્ત્વ છે ને? એણે શુદ્ધ આત્માના દર્શન તો કર્યા નથી! અને જેમણે દર્શન કર્યાં (છે) એની સંગત પણ કરતો નથી ! આહા...હા ! એમ શાસ્ત્રમાં આવે છે. આહા....! શું કહે છે? કેઃ વસ્તુનો જે સ્વભાવ છે-જેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે, એ જે પ્રકાશની પર્યાય પ્રગટ થાય છે એ મકાન (આદિ) થી પ્રકાશ ઉત્પન્ન થતો નથી. એ પ્રકાશની પર્યાય તો...સૂર્યથી જ પ્રગટ થાય છે, એમાં એનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. સૂર્ય કર્તા, અને પ્રકાશની પર્યાય એ એનું કર્મ છે સૂર્યથી જ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે પણ મકાન ( આદિથી ) પ્રકાશ પ્રગટતો નથી. એમ...આ વસ્તુનો સ્વભાવ-આત્મ વસ્તુ છે એનો સ્વભાવ, એવો છે કે, પરવડે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પ૨પદાર્થ એમાં કર્તા થાય એમપણ નથી. ૫૨૫દાર્થ શૈયો (૫૨ શૈયો ) જ્ઞાનની પર્યાયનું કારણ થઈ જાય એમ પણ નથી. આહા ! એતો સ્વયં પોતાની જ્ઞાનની પર્યાય તત્ સમયની યોગ્યતાથી પ્રગટ થાય છે. આહા ! એ જ્ઞાનની પર્યાય સત્ હોવાથી તેને શેયની અપેક્ષા નથી. ‘જ્ઞેયથી જ્ઞાન થતું નથી.' અને (૫૨) શેયથી જ્ઞાન નહીં થતું હોવાને કારણે...( ૫૨ ) શેયનું જ્ઞાનપણ થતું નથી! સ્વજ્ઞેયથી જ્ઞાન થાય અને જ્ઞાન પ્રગટ થાય એનું શૈય−(સ્વગ્નેય ) આત્મા જ થાય પણ ૫૨૫દાર્થ (૫૨જ્ઞેય) જ્ઞેય થઈ શકે નહીં. આહા...! (દષ્ટાંત સૂર્ય ને પ્રકાશનું સમજાશે) આ (આત્મા ને જ્ઞાન સિદ્ધાંત) બે ચાર વાર કહેશું ત્યારે સમજાશે, એવું છે, બરાબર છે ઈ? આજ સુધી શું થાય છે (માને છે) કે શાસ્ત્રથી જ્ઞાન થાય! પણ શાસ્ત્રથી જ્ઞાન થાય એમ છે નહીં. આહા...હા ! આ ભાઈનું નામ ભૂલી ગયા...કેવા ? ગુલાબ ભાઈ! પ્રેમી છે. હું આવું ત્યારે ખાસ આવે! શું કહ્યું? કે પ્રભુ! તારા ઘરની વાતની તને ખબર નથી! કે તારામાં શું છે? તારી પાસે શું છે નિધિ ? એ ખબર નથી! બેન્કબેલેન્સની ખબર છે પ્રફુલ્લભાઈ ? અંદરમાં–અહીંયાં શું છે ખજાનો ! એ ખજાનાની ખબર નથી! ખજાનો છે અંદર (આત્મામાં) જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અનંત અનંત ગુણ ભંડાર અંદર ભરેલા છે! એક-એક ગુણ પરિપૂર્ણ છે, એવા અનંત ગુણનો પિંડ, ગુણી-ગોદામ છે અંદરમાં આહા..હા! સમાજ આમ કહેશે ને સમાજ તેમ કહેશે, (અરે! એની ફિકર ક્યાં છે) અમારો ‘સમાજ’ અમારી પાસે છે (અમે પોતે છીએ!) અમારો સમાજ! આ બહાર અમારો સમાજ નથી. અમને સમાજની દરકારે ય નથી ! આહા ! પોતાના અનંતગુણમય (આત્માદ્રવ્ય ) પોતાનો સમાજ છે અને અનંત ગુણમય એનું કુટુંબ છે! આ કુટુંબ-કબીલા (પરિવાર) એ આત્માનું કુટુંબ નથી. એ તો ‘ધૂતારાની ટોળી' છે! બાપુજી! બાપુજી! બાપુજી કરશે ને જ્યાં સુધી રૂપીયા આપશે ત્યાં સુધી...ઠીક! પણ કોક દિ' રૂપિયા જો ન આપ્યા વાપરવા, એવા છોકરાવ કહે કે હું આપઘાત કરીશ રૂપિયા નહીં આપો તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy