SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૫ રાગ વખતે, “હું આ રાગપણે ઊપજું છું” એવી જેની દષ્ટિ છે ને જ્ઞાયકની દષ્ટિ નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાય વાસ્તવિકસ્વરૂપ સમજ્યો જ નથી. [૨૭] ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય કયારે થાય? ક્રમબદ્ધપર્યાયમાં અમારે મિથ્યાત્વ આવવાનું હશે તો!' –એમ શંકા કરનારને ક્રમબદ્ધપર્યાયનો ખરો નિર્ણય થયો જ નથી. સાંભળ રે સાંભળ, અરે મૂઢ ? તે ક્રમબદ્ધપર્યાય કોની સામે જોઈને માની? તારા જ્ઞાયક દ્રવ્ય સામે જોઈને માની, કે પરની સામે જોઈને ? જ્ઞાયક દ્રવ્યની સન્મુખ થઈને ક્રમબદ્ધની પ્રતીત કરી તેને તો મિથ્યાત્વ હોય જ નહિ. અને જો એકલા પરની સામે જોઈને તું ક્રમબદ્ધની વાત કરતા હો તો તારો ક્રમબદ્ધનો નિર્ણય જ ખોટો છે. તારી ક્રમબદ્ધપર્યાયપણે કોણ ઊપજે છે? –જીવ; જીવ કેવો?-કે જ્ઞાયકસ્વભાવી; તો આવા જીવતત્ત્વને તે લક્ષમાં લીધું છે? જો આવા જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વને જાણીને ક્રમબદ્ધપર્યાય માને તો તો જ્ઞાતાપણાની જ ક્રમબદ્ધપર્યાય થાય, ને મિથ્યાત્વ થાય જ નહિ મિથ્યાત્વપણે ઊપજે એવો જ્ઞાયકનો સ્વભાવ નથી. [૨૮] જ્ઞાની રાગના અર્ધા છે; “જેની મુખ્યતા તેનો જ í.” પ્રશ્નઃ-જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ થયા પછી પણ જ્ઞાનીને રાગ તો થાય છે? ઉતર-તે રાગ જ્ઞાતાનું કાર્ય નથી પણ જ્ઞાતાનું જ્ઞય છે. જ્ઞાયકસ્વભાવ તે પરમાર્થજ્ઞય છે ને રાગ તે વ્યવહાર જ્ઞય છે. જ્ઞાતાના પરિણમનમાં તો જ્ઞાનની જ મુખ્યતા છે, રાગની મુખ્યતા નથી. અને જેની મુખ્યતા છે તેનો જ ર્તા-ભોક્તા છે. વળી, “વ્યવહાર છે માટે પરમાર્થ છે’–એમ પણ નથી, રાગ છે માટે તેનું જ્ઞાન થાય છે-એમ નથી. જ્ઞાયકના અવલંબને જ એવા સ્વ-પરપ્રકાશક જ્ઞાનનું પરિણમન થયું છે, રાગ કાંઈ જ્ઞાયકના અવલંબનમાંથી થયો નથી; માટે જ્ઞાની તેનો અર્તા છે. [ ૨૯] ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા કયારે? પ્રશ્ન-આપ કહો છો એવા જ્ઞાયકસ્વરૂપ જીવને તેમ જ ક્રમબદ્ધપર્યાયને અમે માનીએ, અને સાથે સાથે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને પણ માનીએ, તો શું વાંધો? ઉતર-અરે સ્વછંદી ! તારા કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર પાસે આ વાતની ગંધ પણ નથી, તો તેની પાસેથી તારામાં કયાંથી આવ્યું? કોઈક પાસેથી ધારણા કરી–ચોરી કરીને આ વાતના નામે તારે તારા માનને પોષવું છે, તે મોટો સ્વછંદ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy