SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ-અશુદ્ધ પર્યાય અંશો છે તે જાણવા લાયક છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૨૯) પ્રશ્ન- ધર્મ, અર્થ, કામ ને મોક્ષ તે દેવ આપે છે જેની પાસે જે હોય તે આપે તો તે કેવી રીતે? ઉત્તર:- એ તો નિમિત્તથી વ્યવહારનું કથન છે, દેવ તરફના વલણવાળાને શુદ્ધતા પ્રગટે છે અને સાથે પુણ્ય બંધાય છે તેના ફળમાં કામ અને અર્થ મળે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, ૩) (૬૩૦) પ્રશ્ન- આ તો સારું ! ભગવાન પાસેથી બધું મળે છે? ઉત્તરઃ- જેને કામ અને અર્થની સ્પૃહા છે, ભાવના છે તેને મળતું નથી પણ જેને આત્માના હિતની ભાવના છે તેને સાથે પુણ્ય બંધાય છે ને તેનું ફળ મળે છે એ વાત સમજાવી છે. -આત્મધર્મ અંક ૭૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૩૧). પ્રશ્ન:- વ્રત-તપ-ત્યાગ કરવાથી આત્માના ઉપરની છાલ-મેલ નીકળી જાય છે ને ? ઉત્તર:- ના, એ તો રાગ છે, એ વ્રત-તપ આદિના રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે; ગુન્હો છે, ભ્રમણ છે. –આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૬૩૨). પ્રશ્ન:- સાધારણ જીવોને એ વ્રતાદિ કરવા તો ઠીક છે ને! ઉત્તર:- સાધારણને પણ એ વ્રતાદિથી ધર્મ નથી, એનાથી જન્મ-મરણનો અંત આવતો નથી, તેમાં લાભ-બુદ્ધિથી જન્મ-મરણ વધે છે. ધર્મ તો એક માત્ર વીતરાગ ભાવ જ છે. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૬૩૩) પ્રશ્ન:- કઈ અપેક્ષાથી જ્ઞાન પણ બંધનું કારણ હોઈ શકે છે? ઉત્તર- શાસ્ત્રજ્ઞાન તે પુણ્યબંધનું કારણ છે, સંસારનું જ્ઞાન તે પાપબંધનું કારણ છે અને આત્મજ્ઞાન તે ધર્મનું કારણ છે, શાસ્ત્રજ્ઞાન તે પુણ્યબંધનું કારણ છે પણ કયા શાસ્ત્ર ?-કે સર્વજ્ઞ કહેલાં શાસ્ત્રનું જ્ઞાન તે પુણ્યનું કારણ છે, અન્યના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy