SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીર્યશક્તિ : ૭૧ : સ્વભાવ દ્રવ્યમાં જ છે; તેથી નવિવક્ષાવડે દ્રવ્યમાં કારણ-કાર્ય સાધવામાં કોઈ દોષ નથી. પૂર્વ પરિણામ ગ્રાહકનય (અને ) ઉત્તર પરિણામ ગ્રાહકનય વડે (કારણ-કાર્ય) સાધવું. (૬) દ્રવ્યવીર્ય સામાન્ય છે, તેને ગુણ-પર્યાયવીર્યથી વિશેષ કહીએ; તેથી સામાન્યવિશેષરૂપ તેનું જ છે. દ્રવ્યવીર્યના આ બધાં વિશેષણો નયથી કહીએ. ગુણવીર્ય હવે ગુણવીર્યનું વિશેષ કહીએ છીએ: ગુણને (ટકાવી ) રાખવાનું જે સામર્થ્ય તેને ગુણવીર્ય કહીએ. સામાન્ય-વિશેષ ગુણવીર્ય કહીએ છીએ. જ્ઞાનગુણમાં જ્ઞાયકપણાને (ટકાવી ) રાખવાનું જે સામર્થ્ય છે તે જ્ઞાનગુણવીર્ય છે; દર્શનમાં દેખવાની શક્તિ છે તેને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે દર્શન ( ગુણ )–વીર્ય છે. સુખને (ટકાવી ) રાખવાનું જે સામર્થ્ય છે તે સુખ( ગુણ )–વીર્ય છે. ઇત્યાદિ ગુણોને (ટકાવી) રાખવાનું સામર્થ્ય તે વિશેષ-ગુણવીર્ય છે; એકેક ગુણમાં વીર્યશક્તિના પ્રભાવથી આવું સામર્થ્ય છે તે કહીએ છીએ: એક સત્તાગુણ વીર્યના પ્રભાવથી આવા મહિમાને ધારણ કરે છે કે દ્રવ્ય-સત્તાવીર્યના પ્રભાવથી દ્રવ્યના ‘છે’ પણાની સામર્થ્યતા આવી, ગુણ-સત્તાવીર્યના પ્રભાવથી ગુણના ‘છે’ પણાની સામર્થ્યતા આવી; પર્યાય-સત્તાવીર્યના પ્રભાવથી પર્યાયના ‘છે’ પણાની સામર્થ્યતા આવી; એક સૂક્ષ્મગુણ-સત્તા-વીર્યમાં એવી શક્તિ છે કે (તેને લીધે સર્વ ગુણ ) ‘સૂક્ષ્મ છે' એવી સામર્થ્યતા થઈ. જ્ઞાન ‘સૂક્ષ્મ છે' એવી સામર્થ્યતા આવી, ઇત્યાદિ સર્વે ગુણોમાં વીર્યસત્તા (-સત્તાવીર્ય) નો પ્રભાવ ફેલાઈ રહ્યો છે. આ પ્રકારે સર્વે ગુણોમાં પોતપોતાના ગુણગુણનું વીર્ય, અનંત પ્રભાવને ધારણ કરે છે. વિસ્તાર (થઈ જાય તે) માટે , Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy