SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય : ૧૦૧ : ૫. ( આલાપ)-પ્રણતિ સહિત સંભાષણ, તેને આલાપ કહીએ, તે ન કરે, ૬. (સંલાપ)-ગુણ-દોષ [ સંબંધી] પૂછવું કે વારંવાર ભક્તિ -સંલાપ ન કરે. (પ૬-૬૧) હવે સમ્યકત્વનાં [૭] અભંગ કારણો લખીએ છીએઃ- જે આ [ સમ્યકત્વના] ભંગનાં કારણો પામીને ન ડગે તેને અભંગ કારણ કહીએ; તેના છ ભેદ:- ૧. રાજા, ૨. જનસમુદાય, ૩. બળવાન, ૪. દેવ, ૫. પિતાદિક વડીલજનો [અને] ૬. માતા - એ [ સમ્યકત્વના] અભંગાણામાં છે ભય [ છે તેને] જાણતો રહે [ અને ] તેમના ભયથી નિજધર્મ-જિનધર્મને ન તજે. (૬૨-૬૭) હવે સમ્યકત્વનાં છ સ્થાનો લખીએ છીએ-* ૧. જીવ છે, ૨. નિત્ય, ૩. કર્તા, ૪. ભોક્તા, ૫. અતિધ્રુવ (મોક્ષ) અને ૬. (મોક્ષનો) ઉપાય. ૧. આત્મા અનુભવસિદ્ધ છે. ચેતનામાં ચિત્ત લીન કરે; જીવ અતિ (રૂપ) છે તે કેવળજ્ઞાનવડે પ્રત્યક્ષ છે. ૨. દ્રવ્યાર્થિક (નય) થી નિત્ય છે. ૩. (આત્મા) પુણ્ય-પાપનો કર્તા છે. ૪. (આત્મા) ભોક્તા પણ છે. (આ પુણ્ય-પાપનું કર્તા ભોક્તાપણું) મિથ્યાષ્ટિમાં છે. નિશ્ચયનયથી (આત્મા તેનો) કર્તા કે ભોક્તા નથી. ૫. નિર્વાણ સ્વરૂપ અતિ ધ્રુવ છે. વ્યક્ત નિર્વાણ તે અક્ષય મુક્તિ છે. અને ૬. (સમ્ય) દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. સમ્યકત્વના એ ૬૭ ભેદો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે. * જાઓ, શ્રીમદ્ રાજચંદ્રજીનો છ પદનો પત્ર. ૧. તત્ત્વાર્થ સૂત્ર ૧-૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy