SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૮ : (૩) “પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે.” (પૃ. ૯૫ ) [૯] કારણ-કાર્ય સંબંધે ઘણા જીવોની એક મહાન ભૂલ એ થાય છે કે, દ્રવ્યમાં ઉપાદાનશક્તિ તો છે પણ જો નિમિત્ત આવે તો ઉપાદાનમાં કાર્ય થાય અને ન આવે તો ન થાય-એમ તેઓ માને છે. આ પણ અનાદિથી ચાલી આવતી બે દ્રવ્યોના એકપણાની માન્યતા છે. આ માન્યતા અયથાર્થ છે એમ બતાવવા માટે ઉપાદાનના ક્ષણિક ઉપાદાન અને શાશ્વત ઉપાદાન એમ બે પ્રકાર કહ્યા છે. (જુઓ પૃ. ૪૬) માટે એ બન્ને પ્રકારના ઉપાદાન માની, દરેક દ્રવ્યના પર્યાય સમયે સમયે તે તે સમયના ‘ક્ષણિક ઉપાદાન' ના કારણે થાય છેએમ સમજવું. અને નિમિત્ત તો માત્ર ઔપચારિક કારણ હોવાથી તેને આ ગ્રંથમાં કારણ તરીકે લેવામાં આવ્યું નથી. વ્યવહા૨ તથા નિશ્ચય [૧૦] આ વિષયોનું ઘણું સુંદર સ્વરૂપ આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે (જાઓ. પૃ. ૪૬ થી ૫૯). મુમુક્ષુઓએ એ બન્ને નયોનું સ્વરૂપ જાણવું જ જોઈએ; કેમ કે બે નયોના વિષયનું જ્ઞાન થયા સિવાય, બન્ને નયો ઉપાદેય છે કે તેમાંથી એક ઉપાદેય છે ?-તે જાણી શકાય નહિ. નયપ્રમાણદ્વારા યુક્તિથી શિવસાધન થાય છે. [૧૧] આ સંબંધે પણ જનતામાં, ત્યાગી તેમજ વિદ્વાનોમાં મોટા ભાગે એવી માન્યતા છે કે બન્ને નયોના વિષયો ઉપાદેય છે, અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે; માટે દેવદર્શન, પૂજા, પડિયા, વ્રત, મહાવ્રતરૂપ વ્યવહાર પ્રથમ અંગીકાર કરવો અને તેમ કરતાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy