SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ પ્રવચન નં-૧ નથી. આહા! આ પાંચ રત્ન છે હોં! આહ હા. ! એક રત્ન હોય તો બેડો પાર થઈ જાય ! પણ આ તો પાંચ-પાંચ રત્નનું અવતરણ કરે છે. કહે છે, હવે દેવની વાત આવે છે. “દેવનામ-નામકર્મનો ઉદય હોય ત્યારે, એ પર્યાયને દેવપર્યાય કહેવામાં આવે છે. ““દેવ” એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુદગલદ્રવ્યના સંયોગનો અભાવ હોવાને લીધે ”—સંબંધનો અભાવ કહો કે સંયોગનો અભાવ કહો બન્ને એક જ છે-“એનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.”—આહા.... હા! મને દેવની... પર્યાય આવવાની જ નથી. કેમ કે દેવની પર્યાયને યોગ્ય જે ભાવ છે શુભ, એનો મારામાં અભાવ હોવાથી તે શુભભાવનો હું કર્તા નથી, તેથી મારામાં એ દેવપર્યાયનો ત્રણેકાળ અભાવ છે. બહુ ઊંચા પ્રકારની વાત છે, દિવસ બે છે એટલે થોડું ટૂંકાવીને (સ્પષ્ટીકરણ) કરવું પડે છે. આહા.... હા. ! ઓલામાં પચીસ મિનિટ ગઈ. પહેલા કળશમાં! શું કહ્યું? આહા... હા! આ અકર્તા આત્માનો સ્વભાવ લક્ષમાં લેવા જેવો છે હો ! કર્તબુદ્ધિ છૂટી જશે, ન્યાલ થઈ જશે ! (કોઈપણ આત્મા ) અજ્ઞાનભાવે તો પરદ્રવ્યનો કર્તા નથી, અજ્ઞાનભાવે મિથ્યાત્વનો કર્તા છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી મિથ્યાત્વના પરિણામનો પણ (આત્મા) કર્તા નથી. અને નિશ્ચયનય સમ્યક્દર્શનનો પણ ભગવાન આત્મા કર્તા નથી. સમ્યક્દર્શનની પર્યાયના પકારક એ પર્યાયથી થાય છે. અને એથી આગળ જાવ, તો પુદ્ગલ અને કરે તો કરો, એ (ટીકામાં આગળ) આવશે, એને હું અનુમોદન આપનો નથી. અનુમોદનનો બોલ સૂક્ષ્મ આવશે. અત્યારે મનુષ્યપર્યાય નથી. અત્યારે તિર્યંચપર્યાય નથી અત્યારે નારકીની પર્યાય નથી. ભૂતકાળમાં એ તિર્યંચ કે નારકી આદિની પર્યાયો નહોતી, ભાવિ કાળમાં દેવની કે મનુષ્ય આદિની પર્યાય મને નથી, મારે નથી, મારામાં નથી કેમકે એને નિમિત્ત થાય, એવા ભાવનું (પરિણામમાત્રનું) કર્તુત્વ મારા સ્વભાવમાં નથી, એ નિમિત્ત થાય એવા ભાવનો હું અકર્તા હોવાથી, એ ભાવ પ્રગટ થશે નહીં એટલે ચારગતિનો સંબંધ એટલે સંયોગ આવશે નહીં. વ્યવહારે દેવપર્યાય ને વ્યવહારે મનુષ્યપર્યાય, એ પણ અલ્પકાળમાં નાશ થઈને અશરીરી હું થઈ જઈશ.... એમ અકર્તા સ્વભાવને ઘૂંટે તો એ આત્મા અશરીરી થઈ જાય છે. આહા.... હા. ! હવે, આગળ.... એ સ્થૂળ વાત કરી, હવે થોડી સૂક્ષ્મ વાત કરે છે, પછી વિસ્તાર આગળ કરશે બહુ સુંદર ! (કહે છે) “ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો” એક, “તથા તેટલા” એટલે “ચૌદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy