SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સુબોધ- કેટલાક માણસો છળ-કપટ ખૂબ કરે છે. પ્રબોધ- હા ભાઇ, તે પણ કષાય છે, તેને જ માયા કહે છે. કહેવાય છે કે માયા કરનાર મરીને પશુ થાય છે. માયા કરનાર જીવના મનમાં કાંઇ બીજું હોય છે, તે કહે છે કાંઇ બીજું જ અને કરે છે તેનાથી પણ જુદું. લોભી જીવોને છળ-કપટ ઘણું હોય છે. સુબોધ- લોભ કષાય વિષે પણ કાંઇક બતાવો. પ્રબોધ- એ બહુ ભયાનક કષાય છે, અને તે જ પાપનો બાપ કહેવામાં આવે છે. કોઇ ચીજ જોઇ કે એ ચીજ મને મળી જાય એમ જ લોભી હમેશાં વિચાર્યા કરે છે. સુબોધ- કપાય ખરાબ વસ્તુ છે એ તો બધું બરાબર છે પણ પ્રશ્ન તો એ છે કે એ ઉત્પન્ન કેમ થાય છે અને કેવી રીતે મટે? પ્રબોધ- મિથ્યાત્વ (ઊંધી માન્યતા) ને લીધે પર પદાર્થ કાં તો ઈષ્ટ (અનુકૂળ) અથવા અનિષ્ટ (પ્રતિકૂળ) લાગે છે, મુખ્યપણે તેથી જ કષાય ઉત્પન્ન થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે પર પદાર્થ ન તો અનુકૂળ લાગે અને ન પ્રતિકૂળ લાગે ત્યારે મુખ્યપણે કષાય પણ ઉત્પન્ન થાય નહિ. સુબોધ- ઠીક, તો આપણે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો જોઇએ. તેનાથી જ કષાય મટે. પ્રબોધ- હા, હા, સાચી વાત તો એ જ છે. ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008221
Book TitleBalbodh Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size999 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy