SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ ૧૯૯૪, કારતક વદ બારશ, બપોરના ત્રણથી સાડાત્રણ લગભગ-ઉઘાડે માથે રાજકુમાર, ભવિષ્ય તીર્થકર, તેમની સાથે ચર્ચા, શ્રી સીમંધર પ્રભુનું, વાણી આદિનું સામાન્ય સ્મરણ; શાન્તાબેનના પૂર્વભવનું, તેમના ઘરનું વગેરેનું સામાન્ય સ્મરણ. * * ૧૯૯૪, માગશર વદ ૧ પરમ પુરુષોને નમસ્કાર શ્રી શ્રુતકેવળીના દેહના દેદારમાં ગંભીરતા અને જ્ઞાનનો દરિયો કેમ હોય !- એવી જાતનો એમના દેહના દેદારનો દેખાવ હતો; એમના શરીરનો વર્ણ ઊંચી જાતનો તેજસ્વી હતો; એમના શરીરની આકૃતિ મોટા જબરા આડાભીડ યોગી જેવી દેખાતી હતી;-તે પ્રકારે સામાન્ય સ્મરણ આવે છે. તેથી વિશેષ યાદ આવતું નથી. રાજકુમારનું નામ અત્યાર સુધી સ્મરણમાં આવ્યું નહોતું આજે બપોરે પ્રશ્નો આવતાં, તે વિચારની ધૂન ચડતાં, અંતર સ્થિરતા વધતાં, નિર્વિકલ્પ સ્થિતિ થતાં તેમાંથી બહાર આવતાં જરા વાર પછી તે રાજકુમારનું નામ ફતેહગંદકુમાર એમ આવ્યું. તે વખતે તે કુમારને તેમના મહેલ તરફ જતા જોયા; તેમનો મહેલ નગરથી થોડો દૂર હતો ને ઊંચા ઊંચા માળ હતા, ઠેઠ ઉપર ગોળ ગોળ કાંઈક નવીન જાતનો આકાર હતો, ઠેઠ ઉપર વચ્ચે મહેલ જેવું હતું, આજાબાજા ને ઉપર નવીન જાતનાં ગોળ ગોળ છત્ર ને કોતરણી હતી તેમ સહજ યાદ આવ્યું. Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy