SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩] છે. અહાહા...! જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધપણે સિદ્ધ કરે છે. * ગાથા ૧૧૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન * , , ‘ ખરેખર સર્વ વસ્તુ... ' જોયું ? ‘ દ્રવ્ય ’ શબ્દ ન વાપરતાં ‘વસ્તુ ’ કીધી. સર્વસ્ય હિ વસ્તુન:—એમ કહ્યું. કેમ ? કેમકે એમાં અનંત શક્તિઓ વસેલી છે. અહાહા...! દરેક દ્રવ્ય, ચાહે તે ૫૨માણુ હો, આકાશ હો કે જીવ હો, તેને વસ્તુ કીધી કારણ કે તેમાં અનંત અન્વયી ગુણો વસેલા છે. અહાહા...! દ્રવ્ય અનંત અનંત ગુણો-શક્તિઓ વડે વસેલું-ભરેલું છે માટે તેને વસ્તુ કીધી છે. વળી વસ્તુમાં વસેલી જે શક્તિઓ છે તે એકરૂપ-તદ્રુપપણે પોતાની છે, પણ એમ નથી કે બીજાની શક્તિ અહીં વસ્તુમાં આવી હોય વા વસ્તુ બીજાની શક્તિમાં જઈ વસી હોય. જુઓ આ વસ્તુનું સ્વરૂપ! નજીકમાં નજીક પોતાનું શરીર કે સ્ત્રી-પુત્રપરિવાર એ સર્વ તદ્દન જુદી ચીજ છે. જ્યારે દ્રવ્યનું વિશેષ અન્ય-અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે કેમકે તે વિશેષ-પર્યાય દ્રવ્યથી જુદી ચીજ નથી. જેમ જાદું ( બીજું ) દ્રવ્ય તદ્દન અન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008204
Book TitleAdvitiya Chakshu
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherShantilal Chimanlal Zaveri Mumbai
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy