________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨.
અધ્યાત્મ વૈભવ સમીપ જઈને અનુભવ કરવો કહો, મુખ્યનો અનુભવ કરવો કહો કે અધિક સ્વભાવનો અનુભવ કરવો કહો-એ બધું એકાર્યવાચક છે. સમયસાર ગાળા ૩૧ માં ઇન્દ્રિયોથી અધિક ( ભિન્ન) આત્મસ્વભાવનો અનુભવ કરવાનું કહ્યું, ગાથા ૧૧ માં ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને એનો અનુભવ કરવાનું કહ્યું અને અહીં સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવાનું કહ્યું. એ ત્રણેય એકાર્યવાચી છે.
(૧-૨૩૫) (૨૩૩) સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે છે એને અનુભવ કહે છે. આનંદનું વેદન એ અનુભવની મહોર-છાપ-મુદ્રા–ટ્રેડમાર્ક છે. સમયસાર ગાથા ૫ ની ટીકામાં આવે છે કે-જેમ ડુંગરમાંથી પાણી ઝરે એમ મારો આનંદકંદ ડુંગર આત્મા છે એમાં દષ્ટિ પડતાં મને નિરંતર આનંદ ઝરે છે. એવા આનંદ ઝરતાં પ્રચુર સ્વસંવેદનથી મારા નિજવિભવનો જન્મ છે. અનુભવ આનંદના વેદન સહિત જ હોય છે. (૧-૨૪૯)
(૨૩૪). આનંદનો નાથ ચૈતન્યપ્રભુ જે આત્મા તેની સન્મુખ થતાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે રત્નચિંતામણિ છે, એ આનંદરસનો કૂવો છે, મોક્ષનો ઉપાય અને પૂર્ણાનંદની પ્રાતિરૂપ મોક્ષ છે. અહાહા...! અનુભવ મોક્ષસ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો અંશ જે પર્યાયમાં દ્રવ્યના આલંબનથી પ્રગટે એ પણ મુક્તસ્વરૂપ છે. વળી પર્યાયમાં દ્રવ્યની જે દષ્ટિમાં પણ દ્રવ્ય મુક્તસ્વરૂપ જ ભાસે છે.
(૧-૨૫૦) (૨૩પ). હે જગતના જીવો, મિથ્યાત્વરૂપી મોહને છોડીને એક જ્ઞાયકભાવનો અનુભવ કરો; બાર અંગનો આ સાર છે.
(૧-૨૫૧) (૨૩૬ ) ત્રિકાળ શુદ્ધચૈતન્યઘન અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધનય છે. એવા શુદ્ધનયસ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મદ્રવ્યનો અનુભવ છે અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન કર્યું છે. ગાથા ૧૫ માં સમ્યજ્ઞાનની પ્રધાનતાથી કથન છે. આત્માનો-ગુણનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, સમ્યગ્દર્શન અને જૈનશાસન બધું એક જ છે.
(૧-૨૫૫ ) (૨૩૭) હવે કહે છે કે જૈનશાસન અર્થાત્ અનુભૂતિ તે શું છે? શ્રુતજ્ઞાન પોતે આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com