________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ અથવા મુનિ
૪૩૩ (૧૨૧૫) હવે ગુનો વિચાર કરીએ કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયનું નિર્મળ વીતરાગ પરિણામ થયું છે અને જે વીતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે ગુરુ છે. જે બહારના દયા, દાન, વ્રત, તપ ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં ધર્મ થવાનું માને અને મનાવે તે સાચા ગુરુ નથી, તે દિગંબર સાધુ નથી. ગુરુ સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગભાવને પ્રાપ્ત થયેલા છે અને વીતરાગી પરિણમનની જ પ્રરૂપણા કરે છે. વીતરાગપણું પ્રગટ કરો એમ એમના ઉપદેશમાં આવે છે અને તે વીતરાગતાચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે, ક્રિયાકાંડના આશ્રયે નહિ એવો સ્પષ્ટ તેમનો ઉપદેશ હોય છે. ક્રિયાકાંડ વડે વીતરાગતા પ્રગટ થાય એવી પ્રરૂપણા કરે તે સાચા જૈન ગુરુ નથી.
(૬-૧૧૬) (૧૨૧૬) જે મુનિરાજ નિજ નિર્મળ વિજ્ઞાનઘન-સ્વભાવમાં ઠરે છે એણે રાગની આડે પાળ બાંધી દીધી છે અને તે આનંદ આદિ અનંતગુણની વૃદ્ધિને પામી મોક્ષમાં જાય છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જ્યારે આસ્રવને રોકે છે ત્યારે એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઉમેરો આવે છે. એ એની રિદ્ધિ વૈભવ છે.
(૬-૩પ૯ ) (૧૨૧૭) ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને આનંદના સ્વભાવે ભરેલો છે. સમકિતીને એની દશામાં, આત્મામાં જે આનંદસ્વભાવ છે તેનો અંશ જ પ્રગટ છે; છે એ સિદ્ધની જાતનો હોં. અને મુનિને? અહાહા...! જે મુનિ છે એને તો આનંદના પ્રચંડ ફુવારા ફૂટે છે. જેમ ફુવારામાંથી પાણી ફૂટે તેમ અંદર આનંદના નાથમાં જે અંતર-એકાગ્ર થયા છે એવા મુનિરાજને અતીન્દ્રિય આનંદની પ્રચંડ ધારા ફૂટે છે. એને કર્મનો ઘેરાવો શું કરે? (કાંઈ નહિ). એનું જ્ઞાન જ્ઞાનત્ત્વ છોડતું નથી અર્થાત્ આત્મા વીતરાગી શાંતિની પરિણતિને છોડતો નથી. અશાતાના ઉદયમાં ઘેરાયેલો હોય છતાં વીતરાગપણું-આનંદપણું છૂટતું નથી; કેમકે અનંતા કારણો મળવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે, કેમકે સ્વભાવને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ નાશ થાય. વીતરાગ પરિણતિ છૂટે તો વસ્તુનો જ નાશ થઈ જાય.
(૬–૩૯૮) (૧૨૧૮) અહા ! દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો જ્ઞાનીને આત્મધ્યાની સ્વરૂપમાં નિમગ્ન જાણે ભગવાન” –સ્વરૂપ જ હતા. ભગવાનની વાણી પણ તેમને ભગવાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com