SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ : અધ્યાત્મ-સંદેશ જુઓ, આ ઉપાદાન-નિમિત્તની બે શૈલિ. (૧) એક જ દ્રવ્યમાં ગુણભેદ પાડીને તેમાં ઉપાદાન-નિમિત્ત લાગુ પાડવા તે દ્રવ્યાર્થિક નિમિત્ત-ઉપાદાન છે; તેમાં ઉપાદાન ને નિમિત્ત બંને પોતામાં ને પોતામાં જ છે. (૨) ભિન્ન ભિન્ન દ્રવ્યમાં લાગુ પડે તે પર્યાયાર્થિક નિમિત્તઉપાદાન છે; તેમાં ઉપાદાન સ્વ છે ને નિમિત્ત ૫૨સંયોગ છે. અહીં દ્રવ્યાર્થિક એટલે દ્રવ્ય, અને પર્યાયાર્થિક એટલે પર્યાય, એવો અર્થ નથી, પણ ઉપાદાન-નિમિત્ત બંને એક જ દ્રવ્યના આશ્રયે હોય તેને અહીં દ્રવ્યાર્થિક કહ્યા છે, ને ભિન્ન ભિન્ન દ્રવ્યના આશ્રયે હોય તેને અહીં પર્યાયાર્થિક કહ્યા છે. હવે તેમાં ગુણભેદ કલ્પનારૂપ જે દ્રવ્યાર્થિક ઉપાદાન-નિમિત્ત છે તેમાં ચૌભંગી કહે છે, તે સાંભળો. જેને સ્વભાવનો રંગ લાગ્યો તેને પરભાવની વાત રુચે નહિ. આત્માના સ્વભાવનો જેને રંગ લાગ્યો તેને સ્વભાવની વાત જ પોતાની લાગે છે ને પરભાવની વાત પારકી લાગે છે; એટલે સ્વભાવ તરફ જ એને ઉલ્લાસ આવે છે ને પરભાવોમાં એને ઉલ્લાસ આવતો નથી. આવો જીવ પરભાવોથી જુદો પડી શુદ્ધ સ્વભાવને અનુભવે જ છે, કેમકે એને રંગ લાગ્યો છે સ્વભાવનો. 卐 Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy