SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ : અધ્યાત્મ-સંદેશ એવી અહીં સ્થાપના કરી છે, માટે સિદ્ધને વ્યવહારતીત કહીએ છીએ. એ રીતે વ્યવહારવિચાર સમાપ્ત.” અજ્ઞાનીને જે અશુદ્ધવ્યવહાર છે તે કેવો છે? કે શુભઆચારરૂપ તથા અશુભઆચારરૂપ અશુદ્ધવ્યવહાર છે, તે શુભાશુભ આચરણમાં શુદ્ધતા નથી. મિથ્યાષ્ટિને શુભાશુભ રાગનું જ આચરણ હોય છે, શુદ્ધ આચરણ તેને હોતું નથી, કોઈ કહે કે શુભ તે શુદ્ધનું કારણ થાય, તો કહે છે કે ના; શુભઆચરણ પોતે અશુદ્ધ છે-એ વાત ૩૫૦ વર્ષ પહેલાં પં. બનારસીદાસજી પણ સ્પષ્ટ કહી ગયા છે, તે જૈનસિદ્ધાંતમાં અનાદિથી તે વાત સંતો કહેતા જ આવ્યા છે. શુભઆચરણ જે પોતે અશુદ્ધ છે તે શુદ્ધતાનું કારણ કેમ થાય? આ રીતે મિથ્યાષ્ટિને જે અશુભ કે શુભ આચરણ છે તેને અશુદ્ધવ્યવહાર જાણવો. સાધકનો મિશ્રવ્યવહાર કેવો છે? તેને શુભઉપયોગમિશ્રિત સ્વરૂપાચરણ છે તે શુદ્ધાશુદ્ધ-મિશ્રવ્યવહાર છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાનથી સ્વરૂપાચરણ પ્રગટયું તે શુદ્ધતાનો અંશ છે, અને ત્યાં હજી શુભરાગ છે તે અશુદ્ધતા છે; એ રીતે તેને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રવ્યવહાર છે. પ્રશ્ન - સમ્યગ્દષ્ટિને ચોથા વગેરે ગુણસ્થાને અશુભ ભાવ પણ હોય છે, છતાં અહીં સ્વરૂપાચરણને શુભમિશ્રિત કેમ કહ્યું, અશુભની વાત ક્યાં ગઈ ? ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને અશુભની પ્રધાનતા નથી, તેને શુભની પ્રધાનતા છે, તેથી અશુભને ગણ્યો નથી. આગમમાં અશુભની પ્રધાનતા મિથ્યાષ્ટિને જ ગણી છે; સમ્યગ્દષ્ટિને ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગની પ્રધાનતા છે, ને સાથે શુદ્ધપરિણતિ પણ હોય છે. માટે તેને શુદ્ધની સાથે શુભનું જ મિશ્રપણું ગયું છે. વળી આમાં એ વાત પણ આવી ગઈ કે સમકિતીને શુભોપયોગ છે તે પણ અશુદ્ધ જ છે, તે કાંઈ ધર્મ નથી. પ્રશ્ન:- અહીં સાધકના મિશ્રવ્યવહારને શુભોપયોગમિશ્રિત કહ્યો, પરંતુ ઉપર બારમા ગુણસ્થાને તો શુભોપયોગ નથી તો ત્યાં મિશ્રવ્યવહાર કઇ રીતે છે? ઉત્તરઃ- ત્યાં શુભોપયોગ નથી એ ખરું, પરંતુ હજી જ્ઞાન-દર્શન-વીર્યઆનંદ વગેરે અપૂર્ણ છે, એટલે “જ્ઞાન” સાથે ઉદયરૂપ અજ્ઞાનભાવ પણ ભગો છે, એ અપેક્ષાએ ત્યાં પણ મિશ્રવ્યવહાર સમજવો. સિદ્ધાંતમાં અજ્ઞાનનો ઉદય બારમાં ગુણસ્થાન સુધી કહ્યો છે, ને અસિદ્ધપણારૂપ ઉદયભાવ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy