SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનીનો અશુદ્ધવ્યવહાર, સાધકનો મિશ્રવ્યવહાર, કેવળીનો શુદ્ધવ્યવહાર, -તેનું સ્પષ્ટીકરણ 'નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ, અને વ્યવહાર સંસારાવસ્થિત ભાવ, તેનું હવે વિવરણ કરે છે. ત્રણ પ્રકારની સંસારઅવસ્થાવાળા જીવો કેવા હોય છે તેની વિશેષ સ્પષ્ટતા કરે છે * મિથ્યાદષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી તેથી પરસ્વરૂપને વિષે મગ્ન થઈને તેને પોતાનું કાર્ય માને છે; તે કાર્ય કરતો હોવાથી તેને અશુદ્ધવ્યવહારી કહીએ. * સમ્યગ્દષ્ટિ પોતાના સ્વરૂપને પરોક્ષપ્રમાણ વડે અનુભવે છે, પરસત્તા-પરસ્વરૂપ તેને પોતાનું કાર્ય નહિ માનતો થકો યોગદ્વાર વડે પોતાના સ્વરૂપના ધ્યાન-વિચારરૂપ ક્રિયા કરે છે, તે કાર્ય કરતા તેને મિશ્રવ્યવહારી કહીએ. | * કેવળજ્ઞાની યથાખ્યાતચારિત્રના બળવડે શુદ્ધાત્મસ્વરૂપમાં રમણશીલ છે તેથી તેને શુદ્ધવ્યવહારી કહીએ; યોગારૂઢ-અવસ્થા વિદ્યમાન હોવાથી તેમને વ્યવહારી કહ્યા. શુદ્ધવ્યવહારની સરહદ તેરમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન પર્યત જાણવી. – સિદ્ધપરિણમનસ્વી વ્યવER:” નિગોદથી માંડીને ચૌદમાં ગુણસ્થાન સુધીના બધાય સંસારી જીવની અવસ્થાના પ્રકારો આ ત્રણ વિભાગમાં સમાઈ જાય છે. સંસારના જીવોમાં મોટો ભાગ મિથ્યાદષ્ટિ જીવોનો છે. મિથ્યાષ્ટિ જીવ પોતાનું આત્મસ્વરૂપ જાણતો નથી ને શરીરાદિની ક્રિયા તે હું છું, રાગ જેટલો જ હું છું-એમ માનીને પરસ્વરૂપમાં જ મગ્ન વર્તે છે એટલે અશુદ્ધ પર્યાયરૂપે જ પરિણમે છે તેથી તે અશુદ્ધવ્યવહારી છે. અન્ય દ્રવ્યના સંયો Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy