SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મ કણિકા ] [ ૨૫ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. (ર૬ ) અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે તે તાદાભ્ય નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે. (ર૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહિ પણ તેથી અનંતગણી ચિંતા આત્માની રાખ; કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. (૨૮). “આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો” આ એક જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. (૨૯) વહેવારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. (૩૦) સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજપર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008201
Book TitleAdhyatma Parag
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Trust Bhavnagar
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size446 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy