________________
૫૭
ભૌમાસુરે અનેક રાજાઓને હરાવીને તેમની કન્યાઓનાં અપહરણ કરી ગયે હતો. એમાં કઈ કુંવારી હતી, કેઈ વાગ્દત્તા હતી, કોઈ પરણીને પિયર આવી હતી, કેઈને પતિ પાસેથી પણ ખૂંચવી તેનું બળાત્કારે અપહરણ કરી ગયો હતો. તે બધીને તેણે કેદખાને નાખી હતી અને પારાવાર યાતનાથી તેઓ રિબાતી હતી. આવી સોળ હજાર એક સો કન્યાઓ પિતાના છુટકારા માટે પ્રાર્થના કરતી હતી. આ બધા વિજયથી છકી ભૌમાસુરે ઈન્દ્રનું મણિપર્વ અને અદિતિનાં કુંડળ પણ છીનવી લીધાં હતાં. આમ માન અને દેવોએ કૃષ્ણ પાસે આવી નરકાસુરના અત્યાચારમાંથી અબળા-સબળા સૌને મુક્ત કરવા યાચના કરી. સત્યભામા સાથે શ્રીકૃષ્ણ પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. ચારે બાજુ પહાડોની જબરી કિલ્લેબંદીવાળી મૂરદૈત્ય અને તેના સાત પુત્રના ચોકી પહેરાથી રક્ષિત રાજધાની છતવી બહુ દુર્ગમ હતી. સૌ પ્રથમ તે પાંચેય પ્રમાદ જેના મુખરૂપ બન્યા છે તેવા મહા પ્રમાદી પ્રબળ મૂરદૈત્ય સાથે ભરે યુદ્ધ થયું, પણ ભગવાને સુદર્શન ચક્રથી કુંભાર જેમ માટલાં ઉતારે તેમ તેનાં પાંચેય મસ્તક ઉતારી નાખ્યાં. પ્રમાદથી પોષાયેલા તેના પુત્રો સમા, વિષય, નિંદા, મત્સરાદિ સાતેય દોષરૂપી તેના સાત પુત્રો પડ નામના દૈત્યના સેનાપતિ પદે પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા; પણ તે બધાને યમદ્વારે પહોંચાડી દીધા. પછી પ્રચંડ ક્રોધ સાથે ભીમાસુરે પિતાના સઘળા સૈનિક સહિત એકસામટે હુમલો કર્યો, પણ ભગવાનના અભુત પરાક્રમથી પરાભવ પામી સૌ નાસી છૂટયા. છેવટે ભોમાસુર અને શ્રીકૃષ્ણ વચ્ચે તુમુલ યુદ્ધ થયું, જેમાં ભોમાસુર મરાયો. તેનાં સગાં હાય-હાય કરવા લાગ્યા અને ઋષિઓ તથા દેવ પ્રભુના યશને વધાવવા લાગ્યા. અદિતિ માતાને કુંડલે, વરુણને છત્ર અને ઈદ્રને મણિપર્વ પાછા આપ્યાં. ભગવાને સૌથી પહેલું કામ અપહતાઓની મુકિતનું કયું". ભગવાનનું સ્વરૂપ અને શૌર્ય જોઈ, એમની અનહદ ઉદારતા અને અમી વરસતી આંખે જોઈ અપહંતાઓ આનંદથી નાચી ઊઠી. ભગવાને એમને મુક્ત તે કરી,