________________
૩૮
કહે છે : “શાસ્ત્રના જાણકાર છતાં બ્રાહ્મણે આ સત્ય કેમ ન જાણું શકયો ?” ભગવાને કહ્યું :
સ્ત્રીઓ સહદયી તેથી, પેલેથી ભાવ પારખે;
બુદ્ધિશરા દિલે બુદ્દા, તે પુરુષે પાછા પડે. (પા. ૩૯૪) જે ભક્તહૃદય હોય છે તે અનુકંપાથી ભરેલું હોય છે. સહૃદયી હોય છે તે નરહય છતાંય માતાના હદય જેવું કોમળ હોય છે, માખણ જેવું હોય છે. એવા હૈયાવાળા સૌ ખરેખર ગોપીજન છે અને હૃદયભક્તિથી ગોપીનાથને પામે છે.
(૩) સર્વસ્વ અર્પણ ભ્રાતા, માતા, ગુરુ, મિત્ર, સ્વામીનાથ સણું બધું, નિજ મારૂપ જે કૃષ્ણ, અનંત રૂપે ભાસતા. દેહ, હૃદય, ચૈતન્ય, અયું છે સર્વ જેમણે અધિકાન હરિ: ને, સ્તંભોક્તા નથી જગે. (પા. ૪૧૯)
શરદ પૂર્ણિમાની રાત્રીએ ભગવાને બંસીનાદ છેડો ને ગોપીઓ ભાન ભૂલીને ભગવાન પાસે ગઈ. તેઓ પતિ, પુત્ર અને ગાય પ્રત્યેનું કર્તવ્ય છોડી નીકળી પડી. જેમને એમનાં સગાંઓએ પરાણે રેકી રાખી તેઓ ત્યાં જ ભાવસમાધિમાં લીન થઈ ગઈ. પ્રેમલક્ષણ
ભક્તિએ પ્રણયભાવથી તેઓને પ્રભુમાં એકાગ્ર કરી દીધી. એ પ્રણય વિશુદ્ધ પ્રેમની ઉચ્ચતર ભૂમિકાએ પરિવર્તિત થઈ પ્રભુમાં અને પ્રભુનાં સંતાનરૂપ વિશ્વમાં ઓતપ્રેત બની ચૂક્યો હતો. ગોપીઓ ગાતી : “અમારી વાણી તમારા ગુણ ગાવામાં, કાન કથાશ્રવણમાં હાથ સત્કાર્યમાં, મને તમારા ચરણમાં, દૃષ્ટિ સંતનાં દર્શનમાં અને મસ્તક તમારા નિવાસરૂપ આ જગતને પ્રણામ કરવામાં લાગેલાં રહે.” આવી કૃષ્ણમસ્ત પીઓ ભાવવિભેર થઈ કૃષ્ણ પાસે જ્યારે આવી પહોંચી ત્યારે શ્રીકૃષ્ણ એમને ઠપકે આપતાં કહ્યું : “રાતને