________________
એ રીતે ગુજરાતનો મહાસંકલ્પ તેમની તીવ્રતાને કારણે પૂરો થાય છે. એ એક અદ્ભુત યોગ - તેમની દૃષ્ટિએ ‘મૈયા’ની કૃપાનો ગણે છે.
જમીનની સરખી વહેંચણી થાય તોપણ બધા પ્રશ્નો ઉકલી જશે તેમ તેઓ માનતા નથી. સામ્યવાદની પ્રબળ અસરવાળા તેલંગણામાં ભૂમિની ભૂખની ચિનગારી જાગી હતી. વિનોબાના પ્રયત્ન કરીને શાંત થઈ. પણ તેઓ સામ્યવાદ નહીં આપણા દેશની સંસ્કૃતિમાં પેસી ગયેલ સામ્યયોગનું દૃષ્ટાંત રજૂ કરતા.
લોકો કહે છે ઃ ‘સામ્યવાદ આવશે. સામ્યવાદ છે શું ? સામ્યયોગ તો આપણે ત્યાં પડેલો જ છે. ગાદી પર બેઠેલા દ્વારકાધીશ, સુદામા જેવા પોતડીદાસને, પગે પડે છે, એના ચપટી પૌંઆને અમૃત માને છે. આથી બીજો કયો સામ્યયોગ જોઈએ ? (પા. ૧૮૫)
આમાં મુખ્ય વસ્તુ છે મનની કેળવણીની, જૂના સંસ્કાર બદલવાની. તેમની યાત્રામાં જાહેર સભાઓને બાદ કરતાં શ્રમજીવીઓના મંડળોમાં, તેમના સંમેલનોમાં પોતે હાજર રહી તેમના મનના સંસ્કાર સુધરાવે છે. આંબલા અને સણોસરાનાં કોળી ભાઈઓનાં સંમેલન આના દૃષ્ટાંતરૂપ લઈ શકાય. સણોસરામાં ૪૨ ગામના કોળી ભાઈઓનું સંમેલન નાનાભાઈ ભટ્ટના પ્રમુખપદે મળે છે. તે સંમેલનમાં મહારાજશ્રી એ કોમ સાથેની પોતાની આત્મીયતા દર્શાવતાં કહે છે : ‘સંવત ૧૯૯૫માં નળકાંઠામાં તળપદા કોળીઓનું સંમેલન થયું ત્યારથી તમારી સાથે મારો સંબંધ છે.' (પા. ૨૦) અહીં વિવિધ સાત સુધારાના ઠરાવ થયા.
નાનાભાઈ પણ કહે છે કે, ‘તમારા જેવા વર્ગ માટે બે કલાકની નિશાળ કાઢવી જોઈએ . સવારે કે સાંજે જ્યારે વખત મળે ત્યારે છોકરાંઓને મોકલો.' (પા. ૨૪) આ સંમેલનમાં નાનાભાઈએ તેમના સુધારાની ત્રણ કસોટીઓ રજૂ કરી : (૧) ખાદી પહેરતાં હોય (૨) હિરજનોને અડતા હોય અને (૩) ગાયો પાળતા હોય.
આપણા કહેવાતા સુધરેલા સમાજમાંથી પણ આ કસોટીમાંથી કેટલા પાર ઊતરી શકે ?
મહારાજશ્રી પણ ઉજિળયાત અને પછાત બંન્ને પ્રવાહોને જોડવા ભરપૂર પ્રયત્ન કરતા રહ્યા છે. આજના સામાજિક સડા માટે તેમને જે સમજાયું તે આ રીતે સમજાવે છે :
બુદ્ધિ, સત્તા અને મૂડી - ત્રણેના યોગથી આજનો સડો વધ્યો છે. શ્રમજીવીઓની કિંમત ઘટાડી, હવે જો શ્રમજીવીઓની પ્રતિષ્ઠા કરવી હોય તો મૂડી અને સત્તાને છોડી, બુદ્ધિને તેમની તરફેણમાં કામે લગાડવી જોઈએ.’ (પા. ૧૩૮),
વ