SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જનની ઉફે માતા – Mother - બા –મમ્મી મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ, સખી ! નહિ જડે રે લોલ...ટેક ૦ ૧ પ્રભૂના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ હાલના ભરેલાં એના વેણ રે, જનનીની ૦ ૩ દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની ૦ ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે, જનનીની ૦ ૫ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની ૦ ૬ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લ્હાણ રે, જનનીની ૦ ૭ ધરતી માતા હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માત રે, જનનીની ૦ ૮ ગ ગાના નીર તો વધે – ઘટે રે લોલ, એક સરખે માના પ્રેમને પ્રવાહ રે, જનનીની ૦ ૯ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની ૦ ૧૦ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, માની ચાંદનીના નહિ આથમે ઉજાસ રે, જનનીની જોડ, સખિ ! નહિ જડે રે, લોલ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy