SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કલ્પસૂત્ર' નામના આગમની વિશેષચૂર્ણિ નામની વ્યાખ્યા શ્રી સંઘના ચરણોમાં સમર્પિત કરતા અને આનંદ અનુભવીએ છીએ. વિશેષચૂર્ણિ લગભગ ૧૩૦૦ થી વધુ વરસ પ્રાચીન છે અને આજ સુધી અપ્રગટ છે. ચૂર્ણિગ્રંથ આગમપંચાંગીમાં સ્થાન ધરાવે છે. બધું મળીને ૨૦ જેટલાં જ ચૂર્ણિ ગ્રંથો છે. તેમાં કલ્પસૂત્ર પર બે ચૂર્ણિઓ છે. તેમાંથી એક વિશેષચૂર્ણિ અહીં પ્રસ્તુત છે. પ્રાજ્ઞવર્ય શ્રી રૂપેન્દ્રકુમારજી પગારિયાએ ખૂબ જહેમત લઇને વિશેષચૂર્ણિ લિવ્યંતર કરીને આદર્શપ્રત તૈયાર કરી હતી. તેનો આધાર લઈને વિવિધ પ્રતો સાથે મેળવીને પૂજ્ય ગુરુદેવ મુનિપ્રવરશ્રી વૈરાગ્યરતિવિજયજી ગણિવરે શ્રુતભવન સંશોધન કેંદ્રના સહકર્મિઓની સહાયથી સંપાદન તૈયાર કર્યું છે. એક પ્રાચીન કૃતિનું પ્રકાશન કરવા દ્વારા હસ્તપ્રતોમાં સચવાયેલા શાશ્વત જ્ઞાનને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો લાભ અમને પ્રાપ્ત થયો તેનો આનંદ છે. કલ્પસૂત્ર એ છેદસૂત્ર છે. શાસ્ત્રોમાં વર્ણવેલા યોગવાહી આચાર્ય ભગવંતોને જ તેના પઠન-પાઠનનો અધિકાર છે. આ મર્યાદાને ખ્યાલમાં રાખીને જ અધિકારી મહાત્મા તેમાં પ્રવેશ કરે તેવી નમ્ર પ્રાર્થના છે. આ ગ્રંથના પ્રકાશનનો લાભ સ્વ. શ્રી નવીનચંદ્ર જયંતીલાલ ગોસલિયા પરિવારે લીધો છે. તેમની શ્રુતભક્તિની હૃદયપૂર્વક અનુમોદના. શ્રુતભવનમાં કાર્યરત સંપાદકગણ તેમજ શ્રુતભવન સંશોધન કેંદ્રની તમામ પ્રવૃત્તિનાં મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી માતુશ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર તેમજ સહુ લાભાર્થીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરૂ ભ૨ત શાહ (માનદ અધ્યક્ષ)
SR No.007787
Book TitleKappasuttam Vhas Vises Chunni Sahiyam Part 02
Original Sutra AuthorBhadrabahuswami, Sanghdasgani Kshamashraman
Author
PublisherShubhabhilasha Trust
Publication Year2016
Total Pages423
LanguagePrakrit
ClassificationBook_Devnagari & agam_bruhatkalpa
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy