SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દીપસાગરકવિના સુશિષ્ય સુખસાગરવિએ લખેલ છે. આ પ્રાચીન સ્તવનરલસંગ્રહ પુસ્તકમાં ફક્ત શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજનાજ રચેલ સ્તવનને સમુદાય છે, તેમાં એકેક સ્તવનમાં એવા તે સુગમતરીકે ભાવ ઉતારેલા છે કે વાંચવાવાળા - જજનેના હૃદયમાં અત્યંત આનંદ તથા ધર્મશ્રદ્ધા થાય અને જનશાસનને ભૂમિ થાય. * આ પ્રાચીન સ્તવનરલસ પ્રહના રચયિતા શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજની કવિત્વશક્તિને માટે તે જેટલું વર્ણન કરીએ તેટલું થોડું છે. કેમકે તેઓશ્રીની પ્રાકૃત ભાષામાં નિપુણતા પ્રાકૃતગાથાબદ્ધ શ્રીનરભવદૃષ્ટાન્તોપનયમાલાગ્રંથ વાંચવાથી જણાશે. (આ ગ્રંથ શ્રીદયાવિમલજી જૈનગ્રંથમાલા તરફથી પ્રથમ અંક તરીકે છપાઈ તૈયાર થયેલ છે ) તથા સંસ્કૃત ભાષામાં દક્ષતાતે તેઓશ્રીના રચેલ શ્રીમન્નારणसूत्रवृत्तिः १, श्रीपालचरित्रं संस्कृतगद्यबद्धं २, संसारदाबानહસ્તૃતિદત્તાદ 3. ઈત્યાદિ સંસ્કૃત જેવાથી માલુમ થશે. અને એમ પણ સંભળાય છે કે શ્રી જ્ઞાનવિમલસૂરિમહારાજ સૂરિ પદ લીધા પહેલાં શ્રીસિદ્ધાચલમહાતીર્થ પધારેલા તે અરસામાં શ્રીમત્તપાગચ્છાચાર્ય શ્રીવિજ્યપ્રભસૂરિમહારાજ પણ ત્યાં આગળ આવીને શ્રી સિદ્ધાચળતીર્થનાયકશ્રી આદીશ્વરભગવાનના દેરાસરમાં જેવામાં ચિત્યવંદન કરે છે તેવામાં શ્રીનવિમલગણિ પણ ત્યાં આવીને તાત્કાલિક નવા કાવ્ય બનાવીને સ્તુતિ કરવા લાગ્યા. તે જોઈ આચાર્યશ્રી ચમત્કાર પામીને સભાસમક્ષ કહેવા લાગ્યા કે અહે! શ્રી વીરભગવાનના શાસનમાં સરસ્વતીપુત્ર શીઘવીશ્વર ઈત્યાદિ બિરૂદાને ધારણ કરતા આધુનિક કાળે એવા કવીર છે, તે પછી જિનશાસન દીપે તેમાં શું નવાઈ છે. એમ કહીને તરતજ શ્રીનવિમલગણિને આ “ાનવિમલસૂરિ એમ કહી સૂરિપદના નામથી આદરપૂર્વક બોલાવ્યા. તે સાંભળી શ્રીનવિમલગણિએ પણ વિનય પૂર્વક માત્મસાત એમ કહ્યું. તેવારપછી આચાર્યશ્રીએ પિતાની પાસે બેસાડીને ચૈત્યવંદન કરવા માટે શ્રીનવિમલગણિને આજ્ઞા દીધી તેવારે બીજા પતિને અપ્રીતિ ઉત્પન્ન થયેલી જોઇને આચાર્યશ્રી પ્રત્યે કહ્યું કે ચિત્યવદન આપજ કહે કેમકે તે વૃદ્ધની કરણી છે. તે સાંભળી પરસ્પર ખેદ પામતા બીજા યતિઓને શ્રીપૂજ્યજી
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy