SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રીએ શ્રીઅમૃતવિમલગણિકવિરાજ તથા શ્રીમવિમલગણિ કવિરાજ નામે વિદ્યાગુરૂની પાસે વિદ્યાભ્યાસ કરી, કાવ્ય, તર્ક, ન્યાય શાસ્ત્રાદિ સર્વશામાં અત્યંત નિપુણતા મેળવી. એહવી રીતે શ્રીનવિમલજીની સર્વગુણે વેચતા જોઈને, તેમના ગુરૂમહારાજને સારે અભિપ્રાય દેખીને, વિક્રમ સંવત ૧૭ર૭ વર્ષે મહાસુદી ૧૦ને દિવસે મારવાડદેશમાં સાદડી પાસે ઘારાવનગરમાં મેટા ઉત્સાહપૂર્વક શ્રીમતપાગચ્છાચાર્ય શ્રી વિજયપ્રભસૂરિમહારાજે “શ્રીનવિમલજીને પંડિત(પંન્યાસ)પદ આપ્યું, ત્યારપછી પિતાના ગુરૂશ્રી ધીરવિમલજીગણિની સાથે પૃથ્વીમાં વિચરી ભવ્યને ધર્મોપદેશ દેઈ કૃતાર્થ કરવા લાગ્યા. અનુક્રમે તેઓશ્રીના ગુરૂરાજ શ્રીધીવિ. મલગણિમહારાજ વિક્રમ સંવત ૧૭૩૯ વર્ષે સ્વર્ગ પધાર્યા, ત્યારપછી તેઓ પંડિતપદે શોભતા, ભવ્ય જીવોના મનને મોહતા, જ્ઞાનકિયા પગે શુદ્ધધર્મોપદેશે ભવ્ય જીવોને સંસારસમુદ્રમાંથી ઉદ્ધરતા, અને જે ભવ્યજીવો પ્રતિબંધ પામીને દીક્ષા લેવા ઉજમાલ થાય તેઓને લઘુદીક્ષા આપીને ગચ્છતિશ્રીવિજયપ્રભસૂરિની પાસે લાવીને નવદીક્ષિત ઘણા શિષ્યને વડી દીક્ષા અપાવતા હવા. તેવારપછી શ્રીવિજયપ્રભસૂરિના આદેશવડે કરીને વિક્રમ સંવત ૧૭૪૭ વર્ષે અણહિલપુરપાટણમાં પધાર્યા. ત્યાં તેહિજ વર્ષે ફાગણસુદી પાંચમના દિવસે કિયોદ્ધાર કરીને ગ૭ની નિશ્રાયે વિચારવા લાગ્યા. હવે કે લાએક ગચ્છવાસી ગીતાથપુરૂષો ભેગા મળીને વિચાર કરવા લાગ્યા કે, આજકાલ શ્રીતપાગચ્છમાં સાધુઓમણે શિથિલાચારને પ્રચાર ઘણે થયે છે, માટે સાધુના શિથિલાચારને દુર કરવા માટે કઈ બીજાને, સૂરિપદને ગ્ય અને જ્ઞાની અને શુદ્ધકિયાવત હેય તેને ગુરૂતરીકે સ્થાપન કરીને આપણે તેમની અનુયાઇએ વર્તીએ સારૂ કે જેથી શિથિલાચારને પ્રચાર દુર થાય એવો વિચાર કરીને સર્વગીતાએ એ નિર્ણય કર્યો કે હાલમાં વિજ્ઞાનકિયાવૈરાગ્યાદિગુણેએ સપૂર્ણ અને સૂરિપદને ગ્ય, શ્રીમડિતનયવિમલજીગણિ છે. હેમને શ્રીવિજયપ્રભસૂરિ મહારાજ આચાર્યપદ આપે તે ઘણું સારું, ને પછી આપણે તેમની અનુયાઇએ વર્તીએ, એમ વિચાર કરીને સર્વગીતાએ સૂરિપદ લેવાને લાયક શ્રીનવિમલગણિને સૂરિપદ આપવા વાસ્તે શ્રીવિજયપ્રભસૂરિ મહારાજને વિજ્ઞપ્તિ કરી. તે સાંભળી શ્રીતપાગચ્છાચાર્ય શ્રીપૂજ્યશ્રીવિજયભાસ
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy