SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અને તળાવ વિગેરે નવસેા જળાશયેા હતા. તે પુરીમાં ગુણાનો સાગર અને સમૃદ્ધિવાળા ધરાવર્ષ નામના રાજ અતુલ સામ્રાજ્યનું પાલન કરતા છતા રાજ્ય કરતા હતા. તે રાજાને મધ્ય રાત્રીને સમયે તેના એક ચર પુરૂષે મંગીના સમાચારવાળા એક લેખ આપ્યા. તે તેણે તરતજ દીવાના પ્રકાશમાં વાંચ્યા. લેખ વાંચી ભય પામી રાજા માણસાને જણાવ્યા વિનાજ પરિવાર સહિત ત્યાંથી નાસી ગયા.“ સિહુના મુખમાં ક્રાણુ ખળવાન પણ રહી શકે ?'’ પછી પ્રાતઃકાળે પરાક્રમી વિમળ માંગી તે નગરીમાં આભ્યા; તેને જોઇ સવ નગરીના લેાકેા વ્યાકુળ થઇ ગયા. પંચકુળના અધિકારીએ રાજમહેલમાં ગયા. પરંતુ ત્યાં એક ખજા નામની દાસી સિવાય બીજો કાઇ મનુષ્ય જોવામાં આવ્યે નહીં. તેઓએ દાસીને પૃછ્યું કે-રાજા કયાં ગયા ? અહા ! આ નવતર શુ થયુ ?” દાસીએ જવાબ આપ્યો કે-૪ રાજાના ચર પુરૂષે સૈન્ય આવતું જોયું અને મહા બળવાન વિમળ મંત્રીનું આગમન જાણ્યું. તે તેણે રાજાને જણાવ્યું. તેથી રાજા પરિવાર સહિત નાસી ગયા છે.'' તે સાંભ વિચાર કરીને પંચકુળના અધિકારીઓ મેલ્લા કે-‘‘અક્ષય પરાક્રમવાળા આ મલીનેજ આપણે રાજા તરીકે સ્થાપીએ કે જેથી રાત્રિ દિવસ સુખની પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચારીને સર્વ પ્રજાએ મળી વિમળને રાજા તરીકે સ્વીકાર્યાં. આ પ્રમાણે વિમળ મંત્રીને રાજ્ય પ્રાપ્ત થયું. કારણ કે પુષ્પ માશુકય અને હંસે જ્યાં જાય ત્યાં પૂજા પામે જ છે.” ચ'ની જેવા મનેાહર મુખવાળા તે રાત રૂપી ચંદ્રવદૅ(શ્રેષ્ઠ મ જાવડે ) ઘણા યશવાની અને રાજાવાળી થયેલી તે ચંદ્રાવતી નગરી. ઘણી જ શાભા લાગી. ભિલ અને કિરાત વગેરેના સમૂહ રૂપી નદીઓનુ જળ મળવાથી વિમળ રક્ત રૂપી સમુદ્ર ભરતીવાળા થયા. પછી રાજાએ આકાશને પણ ફાડી નાંખે તેવા પ્રયાણના પટહ વગડા ન્યા, તેના સાંભળવાના સ ંકેતે કરીને બોલાવેલા આસપાસના રાજાએ એકઠા થયા. વીજળીના ઉદ્યાતવાળા બળે મેઘ હોય એવા ખડગાને ધારણ કરતા કેટલાક સુભટો રાજાના સૈન્યમાં આવીને નૃત્ય કરવા લાયા.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy