SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગામનું અધિપતિપણું આપ્યું હતું. પોતાની સાથે પષધને ગ્રહણ કરનારા શ્રાવકને પારણને દિવસે ભેજન કરાવ્યા પછી પિતે જમતો હતો, અને સંઘને વસ્ત્ર તથા અલંકાર પહેરાવીને (અર્પણ કરીને પછી પોતે પહેરતો હતો. આ પ્રમાણે તેણે બારમું વ્રત પાળ્યું હતું. ૧૨. . કુમારપાળ રાજાની બેનને પતિ કેકણ દેશને અધિપતિ એણે નામને રાજા હતા, તે એકદા પિતાની રાણી સાથે પાસાની રમત રમતાં સોગઠીને ઉદ્દેશીને બે કે –“આ મુંડાને માર” આ પ્રમાણે યષ્ટિના પ્રહાર જેવી તેની વાણી સાંભળીને જિન ધમની હાંસી થવાથી તેની રાણી (કુમારપાળની બહેન) અત્યંત કેપના આવેશમાં આવીને અહંકાર સહિત બેલી કે-“તમે આવું અઘટિત જૈનધર્મ વિરૂદ્ધ વચન બોલ્યા, તેથી હું મારા ભાઈ પાસે તમારી જિન્હાનો છેદ કરાવીશ.” રાણીનું આવું વચન સાંભળી તેના પતીએ તેનું ને કુમારપાળનું વિશેષ અપમાન કર્યું. તેથી પતિથી જૂદી પડીને ઉત્સુકતા સહિત તે પાટણમાં આવી. અને અશુપાત સહિત પિતાના ભાઈ કુમારપાળને પતિનો વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારે રાજાએ કહ્યું કે “હે બહેન ! તું અહીંજ રહીને ધર્મનું આરાધન કર. હું તે જૈન ધર્મના દ્રષીની ઉપેક્ષા [બેદરકારી ] નહીં કરું. હે બેન ! તું મનમાં ધીરજ રાખ.” એમ કહીને રાજાએ ચતુરંગી સેના સહિત પાટણથી પ્રયાણ કર્યું. શાસ્ત્રમાં કહ્યું છે કે “ધર્મનો નાશ થતો હોય, ક્રિયાને લેપ થતો હોય, અથવા સિધાંતના અર્થનું વિપરીતપણું થતું હોય, તે વખતે શક્તિમાન પુરૂષે પિતાને કહ્યા વિના પણ તેનું નિવારણ કરવું.” અનુક્રમે તેના દેશની સીમાએ જઈને કુમારપાળે સૈન્યનો પડાવ નાંખે, અને તે અર્ણ રાજાને દૂતના મુખથી કહેવરાવ્યું કેવિવેક રહિત દેડકા ! ઊંચે સ્વરે કર્ણને કઠેર લાગે તેવું કેમ ? ડે કરે છે? કઈક ગંભીર કૂવા રૂપી ગુફામાં મૃતકની જેમ જીવ ૧ હાથી, રથ, અશ્વ અને પાયદળ એ ચાર સેનાના અંગ છે.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy