SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ C૧૦૪ ) જોઈ શનિ ગ્રહની જેમ રાજા તેનાથી પરાભુખ થયે-અવળું મુખકરી બેઠે. જુઓ ! દુષ્ટ માણસેને વિલાસ ! દુષ્ટ માણસના ભરમાવવાથી મંત્રીની ભક્તિ પણ દ્વેષ રૂપથઈ. અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દેવે અન્યથા પ્રકારે કર્યું. આ બાબતમાં વિધિ જ બળવાન છે. તેમાં બીજું કાંઈ વિચારવા જેવું નથી.” પછી મને ગીએ ઘેર આવી વિચાર કરી નાના પુત્રને કહ્યું કે –“ ક્રોધ પામેલે રાજા આખા કુટુંબને તલની જેમ પીલી નાંખશે. માટે હે વત્સ! જે એકલા મને જ મારી નાખીશ તે આખા કુટુંબની વિટંબણ નહીં થાય, મારા વિના બીજા સર્વ સ્વજને ચિરકાળ સુખી થશે. કહ્યું છે કે– આખા કુટુંબને માટે એકને ત્યાગ કરે, આખા ગામને માટે કુટુંબને ત્યાગ ક , દેશને માટે ગામને ત્યાગ કરે, અને પોતાને માટે આખી 'પૃથ્વીને ત્યાગ કરે.” તે સાંભળી સિરીયક બે કે–બહે પિતાજી! તમને હણતાં મને પાપ કેમ ન લાગે?” મંત્રીએ કહ્યું કે–“તે વખતે હું મુખમાં વિષ રાખીશ, તેથી મને મરેલાને મારવામાં તને પાપ લાગશે નહીં.” આ પ્રમાણે પિતાએ પુત્રને ઉત્સાહ પમાડ્યો. પછી બીજે દિવસે મંત્રી જ્યારે રાજાને નમસ્કાર કરવા ગયે, ત્યારે સિરીયકે ખવડે તેનું મસ્તક છેરી નાંખ્યું. અને ખડખડ શબ્દ સાંભળી સન્મુખ થઈ રાજાએ મંત્રીને હણે જોઈ સિરીયકને કહ્યું કે –“અરે! તે આ શું કર્યું ?” સિરીયકે જવાબ આપ્યો કે “આપવાથી જે વિમુખ હોય તે પિતા હોય તે પણ તેનું શું કામ છે ? ” આવો તેને યુક્તિયુક્ત જવાબ સાંભળી રાજાએ ખુશ થઈ તેને પોશાક સાથે મંત્રી સ્થાનની મુદ્રા આપવા માંડી ત્યારે તે બે કે –“મારે મોટે ભાઈ સ્થૂલભદ્ર છે, તેથી તેના છતાં હું મંત્રી પદ નહીં લઉં.” રાજાએ પૂછયું-“તે ક્યાં છે?”તેણે કહ્યું-“ગણિકાને ઘેર છે.” તે સાં
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy