SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મને જ્યાં હોય ત્યાંથી લાવી આપે. ” તે સાંભળી મેહથી પ્રેરાયેલે જીવ જેમ એક ભવથી બીજા ભવમાં ભમે તેમ ભીમ તેવાં કમળે મેળવવા માટે એક વનથી બીજા વનમાં ભમજ લાગ્યું. તેને પાછા આવતાં વિલંબ થયે, ત્યારે ધમપુત્રની ડાબી આંખ અને કુંતીની જમણી આંખ ફરકવા લાગી. તેથી અનિછની શંકા કરી યુધિષ્ઠિર બોલ્યા કે –“મારા બળવાન ભીમ બંધુને કેાઈ પણ પરાભવ કરી શકે તેમ નથી, તે પણ તેનું અશુભ સૂચવનારી મારી દ્રષ્ટિ ફરકે છે, માટે હે બલિષ્ટ બંધુઓ! તમે જલદી દેડ, દોડે. આપણે ભીમની પાછળ તેની શોધ કરવા જઈએ.” એમ કહી દુષ્ટ કષ્ટની શંકા કરતા તે ચારે ભાઈએ ભીમની શોધને માટે વનભૂમિમાં ગયા. પરંતુ અધમ પ્રાણીઓ જેમ કલ્પવૃક્ષને ન પામે તેમ તેઓ ભીમને પામી શકયા નહીં. માગમાં ચાલતા ચાલતા તેઓ થાકી ગયા અને પડી ગયા. ત્યાર તેમણે હેડંબા નામની દેવીનું સ્મરણ કર્યું. એટલે તરત જ હેડબાએ આવી તેમને મસ્તકપર ઉપાડી ભીમની પાસે મૂક્યા. પછી, તે હેડંબા પિતાને સ્થાનકે ગઈ. અહીં કમળના સરેવરના કાંઠા સુધી આવેલા પિતાના ભાઈઓને જોઈને સેતુ ઉપર રહેલ ભીમ બે કે –“આ સરોવર અતિ રમણીય છે, તેમાં પડીને હું કમળ લાવું છું, આપ બેસે.” આમ કહીને ભીમે સરોવરમાં પ્રવેશ કર્યો પરંતુ તેની અંદર રહેલા પાતાળના દુર્ગમ માર્ગ પાસે આવતાં ભીમ અદશ્ય થયે. એટલે તેને શોધવા તેની પા. છળ અજુન સરોવરમાં પડે, તે પણ અદશ્ય થયું. તેની પા- . છળ યુધિષ્ઠિર ગયા, તે પણ અદશ્ય થયા. તેજ રીતે સહદેવ અને નકુળ પણ અદશ્ય થયા. તે વખતે પાંડના વિયેાગે કરીને કુંતી અને દ્રપદી અત્યંત ખેદ પામવા લાગ્યા. કુંતીએ દ્રોપદીને. કહ્યું કે – “હે પુત્રી ! સિંહ સમાન પરામના નિધિ તારા પતિએ કયાં ગયા? તેમના વિના આપણા દુઃખમથા દિવસે શી
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy