SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [ આત્મતત્વવિચાર મુંઝવણને પાર રહેતું નથી. પણ એ લેણદારો કઈ પણ કારણે આવતા બંધ થઈ જાય તે એ માણસને કેવી નિરાંત રહે છે? ઔપથમિક સમ્યકત્વમાં પણ લગભગ આવી જ સ્થિતિ હોય છે. અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મેહનીય સત્તામાં પડેલા હોય છે, પણ પ્રદેશ કે રસથી તેને ઉદય હેત નથી, એટલે આત્માને સમ્યકત્વ હોય છે. આ સમ્યકત્વ કર્મના ઉપશમને લીધે પ્રાપ્ત થયેલું હોવાથી તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. તે જે જીવને મિથ્યાત્વ મેહનીય સત્તામાં છે, સમ્યકત્વ મેહનીયનાં દળિયાં ઉદયમાં છે, પરંતુ ચાર અનંતાનુબંધી કષાય અને સમ્યકત્વ મેહનીયના પ્રદેશને રસથી ઉદય નથી, તેને ક્ષાપશમિક સમ્યકત્વ હોય છે. અને જે જીવે ચાર કષાય તેમજ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણ પ્રકારનાં દર્શનમોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, તેને ક્ષાયિક સમ્યકત્વ હોય છે, જીવને પ્રથમ વાર સમ્યકત્વની સ્પર્શના થાય, ત્યારે પ્રાય : ઔપશમિક સમ્યકત્વ હોય અને એ સમ્યકત્વ વમ્યા પછી મિથ્યાત્વમાં ગયેલા જીવને ફરી સમ્યકત્વ થાય, ત્યારે આ ત્રણમાંનું ગમે તે એક સમ્યકત્વ હોય છે. અહીં એ પણ યાદ રાખો કે મનુષ્યગતિમાં રહેલા જીવેને એકી સમયે આ ત્રણ સમ્યકત્વમાંથી ગમે તે એક પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, ત્યારે નરક, તિય ચે અને દેવગતિમાં રહેલા છોને એકી સમયે ઔપથમિક અને ક્ષાપશમિક એ. થોમાંનું ગમે તે એક પ્રાપ્ત થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ક્ષાયિક સમ્યકત્વને અધિકારી માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જ છે. તે સમસ્ત ભવભ્રમણ દરમિયાન આત્માને કર્યું સમકિત કેટલી વાર હોઈ શકે? એ પણ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. સમસ્ત ભવભ્રમણ દરમિયાન આત્માને ઔપથમિક સમ્ય-- કત્વ વધારેમાં વધારે પાંચ વાર હોઈ શકે છે, ક્ષાયોપથમિક સમ્યકત્વ અસંખ્યાતી વાર હોઈ શકે છે અને ક્ષાયિક સમ્યકત્વ માત્ર એક જ વાર હોઈ શકે છે. - આ સંસારમાં પથમિક સમ્યકત્વવાળા જ કેટલા? તે અસંખ્યાત. ક્ષાપશમિક સમ્યકત્વવાળા છે કેટલા ?” તે અસંખ્યાત અને ક્ષાયિક સમ્યકત્વવાળા જ કેટલા ?" તે અનંત. સિદ્ધના ને પણ ક્ષાયિક સમ્યકત્વ હોય છે, એટલે આ સમ્યકત્વવાળાની સંખ્યા અનંત છે. - ' જે જીવ સમ્યકત્વવાળ છે, સમ્યગ્દર્શનથી યુક્ત છે, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આવો જીવ અઢાર દેષથી રહિત, રાગહૈષના પરમ વિજેતા એવા અરિહંત ભગવંતને દેવ માને, ત્યાગી મહાવ્રતધારી સાધુને ગુરુ માને અને સર્વજ્ઞપ્રણીત દાન-શીલતપ-ભાવમય ધમને સાચો ધર્મ માને. એ જિનવચનમાં શંકા કરે નહિ, અન્ય મતની આકાંક્ષા કરે નહિ, શાસ્ત્રવિહિત શુદ્ધ ક્રિયા અનુષ્ઠાનનાં ફળમાં સંશયયુક્ત બને નહિ, મિથ્યાત્વીઓની પ્રશંસા કરે નહિ કે મિથ્યાત્વીનો પરિચય વધારે નહિ. તે જીવ અને અજીવને જુદા માને, આત્માને કમને કર્તા અને
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy