________________
૧૩૦
[ આત્મતત્વવિચાર હિોય અને તે સંશય નિવારવાને માટે કોઈ સદ્ગુરુને સંગ કરવાની ઈચ્છા પણ ન હોય, તેમને સાંશયિક મિથ્યાત્વ હોય છે.
સૂક્ષમ અને બાદર નિગોદ, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યંચ) એ દરેક જાતિના જીને સંજ્ઞી પંચેન્દ્રિય (મનુષ્ય-તિર્યંચ) માંના જે જીએ એક પણુ વખત સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું નથી, તેવા દરેક જીવને અનાગિક મિથ્યાત્વ હોય છે. અહીં એટલી સ્પષ્ટતા કરી લઈએ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાંના જે જીને એક પણ વખત સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે અને જેણે ફરી મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું છે, તેમને આ મિથ્યાત્વ સિવાયનું કોઈ પણ એક મિથ્યાત્વ હોય છે.
કાલની અપેક્ષાએ મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે : (૧) અનાદિ–અનન્ત, (૨) અનાદિ–સાંત અને (૩) સાદિ–સાંત. તેનાથી પણ આપણે પરિચિત થઈએ. .
અભવ્ય આત્માને મિથ્યાત્વ અનાદિ કાળનું હોય છે અને તે કદી દૂર થતું નથી, એટલે તે અનાદિ-અનન્ત છે. જાતિભવ્ય સિવાયના ભવ્ય આત્માને મિથ્યાત્વ અનાદિ કાળનું હોય છે, પણ તેને અંત આવે છે, એટલે તે અનાદિસાંત છે અને જે ભવ્ય સમ્યકત્વ વમીને મિથ્યાત્વ પામેલા છે, તેમના મિથ્યાત્વને અંત આવનાર છે, એટલે તેમનું મિથ્યાત્વ સાદિ-સાંત છે. - આ બધા જ પ્રથમ આ ગુણસ્થાને હોય છે.
વગુણસ્થાન 3
૧૩ (૨) સાસ્વાદન-સમ્યગ્દષ્ટિ–ગુણસ્થાન
જ્યારે જીવને મિથ્યાત્વ હોતું નથી અને સમ્યકત્વ પણ હોતું નથી, પરંતુ સમ્યકત્વને કંઈક સ્વાદ હોય છે, ત્યારે તે સાસ્વાદન-સમ્યગ્દષ્ટિ નામનાં બીજાં ગુણસ્થાને રહેલે મનાય છે. સાસ્વાદન એટલે કઈક સ્વાદસહિત. સાસ્વાદનમાં ત્રણ પદ છેઃ સ + આ + સ્થાન તેમાં ને અર્થ સહિત છે, અને અર્થ કિંચિત્ છે અને વાર ન અર્થ સ્વાદ છે. આ રીતે સાસ્વાદનને અર્થ કંઈક સ્વાદ સહિત થાય છે.
આત્માની આવી અવસ્થા ક્યારે હોય છે? તે તમને સિમજાવીશું. સંસારી જીવ અનંત જુગલપરાવર્તનકાળ સુધી મિથ્યાત્વને અનુભવ કરતા સંસારમાં રખડે છે. નદીને પત્થર અહીં તહીં કૂટાતે-રગડાતે છેવટે ગોળ બની જાય છે, તેમ આ જીવ અનાગપણે પ્રવૃત્તિ કરતે જ્યારે આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછી એવી એક કેડાછેડી સાગરોપમની કરે છે, ત્યારે તે રાગદ્વેષના અતિ નિબિડ પરિણામરૂપ ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે. અભવ્ય જીવો પણ આ રીતે કર્મ સ્થિતિ હળવી કરીને અનંતી વાર ગ્રંથિસમીપે આવે છે, પણ તેઓ એ ગ્રંથિને ભેદ કરી શકતા નથી, જ્યારે ભવ્ય જીવો વિશુદ્ધ પરિણામ રૂપ કૂહાડી વડે એ ગ્રંથિને ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની સન્મુખ થાય છે. :- . જીવની ઉન્નતિના આ ઈતિહાસને શાસ્ત્રકારોએ ત્રણ