________________
૧૧૨
[ આત્મતત્ત્વવિચાર
૧૧૩
કરાવ્યા પછી કુબેરસેનાએ એ પુત્ર-પુત્રીનાં નામ પાડયાં પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા. પછી તે પ્રમાણે અક્ષર કેતરાવી તે તે નામવાળી સેનાની મુદ્રિકા તેમનાં અંગ પર બાંધી અને બંનેને લાકડાંની એક પિટીમાં મૂકીને સંધ્યા સમયે તે પેટી જમના નદીના જળમાં વહેતી મૂકી દીધી.
- પ્રભાત થયું ત્યાં પિટી શૌર્યપુર નગરે આવી અને ત્યાં સ્નાન કરવા આવેલા બે શેઠિયાની નજરે ચડી. તેમણે એ પિટીને બહાર કાઢી. તેમાં જેને પુત્ર જોઈતો હતો, તેણે પુત્ર લઈ લીધું અને પુત્રી જોઈતી હતી, તેણે પુત્રી લઈ લીધી. તે બંનેએ એ બાળકને લઈ જઈ પિતાની પત્નીને સેપ્યા અને મુદ્રિકા અનુસાર જ તેમનાં નામે રાખ્યાં. સુખચેનપૂર્વક ઉછરતાં જ્યારે તેઓ ઉમર લાયક થયાં, ત્યારે તેમને પેલી મુદ્રિકાઓ પહેરાવવામાં આવી. - હવે કુબેરદત્તને યુવાન થયેલે જાણી એને પાલક, પિતા એગ્ય કન્યાની શોધ કરવા લાગે અને કુબેરદત્તાને - યુવાનીમાં આવેલી જોઈ તેને પાલક પિતા યોગ્ય વરને શોધવા લાગ્યું. પરંતુ તેમને જોઈતી કન્યા કે જેતે વર મળે નહિ, તેથી બંને પાલક પિતાઓએ તે બંનેના ધામધૂમથી લગ્ન કર્યા અને પિતાનાં માથાપરની જવાબદારીને. ભાર હળવો કર્યો.
સરખે સરખી જોડ હતી, એટલે બંનેને આનંદ થયે. રાત્રિએ ગઠાબાજી રમવા બેઠા. તે વખતે એક સેગલ
બાઠ કરણે ] જોરથી મારતાં કુબેરદત્તાની આંગળીમાંથી વીંટી સરકી ગઈ છે અને કુબેરદત્તાના ખોળામાં જઈ પડી. કુબેરદેનાએ તે વીંટી | ઉઠાવીને પિતાની આંગળીમાં પહેરી લીધી તો બંને વીંટીઓ
સરખી જણાઈ. પછી તેમાંના અક્ષરો જોયા તો બંનેનો ભરેડ સરખો લાગે. કુબેરદત્તા મનમાં સમજી ગઈ કે ગમે તે હે, પણ આ કુબેરદત્ત મારે સગો ભાઈ છે અને તેની સાથે મારું લગ્ન થયું, તે ઘણું જ ખોટું થયું છે.”
પછી તે બંને મુદ્રિકાઓને તેણે કુબેરદત્ત આગળ મૂકી, એટલે તેને પણ એ મુદ્રિકાઓ સરખી લાગી. આથી તે પણ સમજી ગયો કે કુબેરદત્તા મારી સગી બહેન છે અને તેની સાથે મારાં લગ્ન થયાં, એ ઘણું અનુચિત થયું છે.”
પછી તેમણે પિતાનાં પાલક માતાપિતાઓને સેગન દઈને પૂછ્યું કે “અમારી ઉત્પત્તિ શી રીતે થઈ છે? - ત્યારે તેમણે બધી હકીકત હતી તેવી કહી સંભળાવી. વધારામાં કુબેરદત્તના પાલક પિતાએ કહ્યું કે અમે નિરુપાયે આમ કર્યું છે, પણ હજી કંઈ બગડી ગયું નથી, તમારે ફક્ત હસ્તમલાપ જ થયો છે. માટે આ વિવાહ ફેક કરીને તને બીજી કન્યા પરણાવીશું. ત્યારે કુબેરદત્તે કહ્યું કે “આપને વિચાર યોગ્ય છે, પણ હાલ તે હું પરદેશ જઈને ધન કમાવા ઈચ્છું છું. ત્યાંથી પાછા ફર્યા પછી બીજા લગ્ન કરીશ.”
કુબેરદત્તના આ વિચારને માતાપિતાએ વધાવી લીધે અને કુબેરદત્ત એક શુભ દિવસે ઘણું કરિયાણું લઈને પરેદેશ ભણી પ્રયાણ કર્યું. ત્યાં મોલની લે-વેચ કરતાં તે સારું ધન કમાયે અને ફરતે ફરતે મથુરા નગરીમાં આવ્યો. આ. ૨-૮
|