________________
?િ
[ આઠ કરણે ]
૧૦:
વ્યાખ્યાન ઓગણત્રીસમું
આ આઠ કરણે મહાનુભાવો !
કર્મ શું છે? તેની શક્તિ કેટલી છે? તેનો બંધ કેવી રીતે પડે છે? કેટલા પ્રકારે પડે છે? તેમાં સામાન્ય વિશેષ કારણો શું છે? વગેરે બાબતો તમને અનેક દાખલા- દલીલ પૂર્વક સમજાવવામાં આવી છે અને તમે કર્મનાં સ્વરૂપ સંબંધી ઠીક ઠીક માહિતગાર થયા છે. પરંતુ કર્મને વિષય ઘણો વિશાળ છે અને હજી તેમાં કેટલીક બાબતે સમજવા જેવી છે, તેથી એ વિષય આગળ લંબાવીએ છીએ.
કાશ્મણ વર્ગણાનો આત્મા સાથે બંધ થાય, ત્યારે તે કર્મની સંજ્ઞા પામે છે. આને આપણે “કર્મ બંધાયાં, ‘કર્મને બંધ થયે,’ એમ કહીએ છીએ. આ કર્મબંધ થતી વખતે જ એ વસ્તુ નિશ્ચિત થાય છે કે આ કર્મ કેવા સ્વભાવે, કેટલા સમય પૂરતું, કેવા રસપૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદયમાં આવશે. જે કર્મ નિકાચિત બંધાયું હોયઝ તો તેની આ બાબતમાં કંઈ પણ પરિવર્તન કે કંઈ પણ ફેરફાર થઈ શકતો નથી, એટલે ઉદયકાળે મરાબર એ જ રીતે ઉદયમાં આવીને તે પિતાનું ફળ બતાવે
x ગદર્શનમાં જેને નિયતવિપાકી કર્મ કહેવામાં આવ્યું છે, - આ જાતનું સમજવું.
છે. પરંતુ જે કર્મો નિકાચિત નથી, અનિકાચિત છે, તે. - ઉદયમાં આવે તે પહેલાં તેમાં કેટલાક ફેરફાર થાય છે, થઈ શકે છે અને તે બાબત તમારા સમજવામાં બરાબર આવે, તે માટે જ આપણે કરણનો વિષય હાથ ધર્યો છે. - અહીં પ્રશ્ન થશે કે “કર્યા કર્મ ભગવ્યા વિના છૂટકે નથી, એમ કહેવાય છે, તેનું કેમ ? ” પરંતુ આ કથન મુખ્યત્વે નિકાચિત બંધવાળા કમને અંગે અને અંશતઃ નિધત્ત બંધવાળા કર્મને અંગે સમજવાનું છે. બદ્ધ અને સ્પષ્ટ બંધવાળાં કર્મોમાં અધ્યવસાયનાં બળથી અવશ્ય ફેરફારો કરી શકાય છે અને નિધત્ત બંધવાળા કર્મમાં પણ અધ્યવસાયનાં બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિકતા ઉપજાવી શકાય છે. - જે પૂર્વબદ્ધ કર્મમાં કંઈ પણ ફેરફાર થઈ શકતું ન. હોય તે બધા આત્માઓ કર્મની શેતરંજના પ્યાદા જ | બની જાય અને તે જેમ ચલાવે તેમ જ ચાલવું પડે. તેમાં પુરુષાર્થને કઈ જાતને અવકાશ રહે નહિ, કારણ કે તમે. ગમે તેવો પ્રયાસ કરે તો પણ જે ફળ મળવાનું હોય તે જ મળે અને તે જ્યારે મળવું હોય ત્યારે જ મળેતે પછી. વ્રત, નિયમ, જપ, તપ, ધ્યાન કરવાને અર્થ શો ? એ. ૬ પ્રશ્ન પણ ઊભો થાય, પરંતુ હકીકત એવી નથી. આત્મા. પુરુષાર્થ કરે અને શુભ અધ્યવસાયનું બળ વધારે, તો પૂર્વબદ્ધ કર્મના કિલ્લામાં મોટા ગાબડા પાડી શકે છે અને. તેને જમીનદોસ્ત પણ કરી શકે છે. તેથી મનુષ્ય વ્રત, નિયમ, જપ, તપ, ધ્યાનના માર્ગે આગળ વધવાનું છે.