________________
વ્યાખ્યાન અઠ્ઠાવીસમું કર્મબંધ અને તેનાં કારણો અંગે . .. વિશેષ વિચારણા
:
. L.૩J ', , , મહાનુભાવો ! જા ,
કે કર્મબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ચાલી રહી છે. કર્મબંધ અંગે કેટલીક વિચારણા પૂર્વે થઈ હતી, તે કરતાં આ વિચારણા જુદા પ્રકારની છે, એટલે તેને અંગે વિશેષ કહેવાનું યોગ્ય છે. પ્રથમ સામાન્ય અને પછી વિશેષ, એ શિક્ષણનો સુવિહિત ક્રમ છે અને આપણે તેને બરાબર અનુસરી રહ્યા છીએ.
આ વિચારણા પ્રમાણમાં કંઈક લાંબી બની છે, પણ એ લાંબી બનવાની જરૂર હતી, અન્યથા તમને કર્મબંધનાં કારણે વિષે આટલી સ્પષ્ટ સમજૂતી આપી શકાઈ ન જ હેત. આપણે કર્મનો વિષય હાથ ધર્યો, તેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે તમે કર્મનું સ્વરૂપ સમજે, તેનાં બંધનું સ્વરૂપ સમજે અને તેનાં કારણે જાણી તેનાથી દૂર રહે. “કર્મો ઓછાં બાંધે’ એમ તો અનેક વાર કહેવાય છે, પણ કઈ કઈ ક્રિયાથી કેવા પ્રકારનાં કર્મો બંધાય છે, એ ન જાણુવાને
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૮૫ લીધે કર્મો બાંધવાનું પ્રમાણ જરાય ઓછું થતું નથી. એક વસ્તુને બરાબર જાણી હોય તો જ તેના હેય અંશને છોડી શકાય અને ઉપાદેય અંશને આચરી શકાય. “પઢમં નાનું તો સુયા” એ પ્રસિદ્ધ સૂત્રનું રહસ્ય આ જ છે.
કર્મબંધનાં સામાન્ય કારણે ચાર છે : મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તેના વિશે આપણે કેટલીક હકીકતો જાણી ગયા. હવે તેમાં જે વિશેષ કારણે છે, તે અંગે પણ કેટલીક હકીકત જાણી લઈએ. •
એકંદર આઠે કર્મ આત્માના શત્રુ, પણ તેમાં ચાર કર્મોની શત્રુવટ પાકી. તે આત્માના સ્વભાવ પર સીધી અસર કરે અને તેથી આત્મામાં અજ્ઞાન, મેહ (રાગદ્વેષ– કષાય), વીર્યની ઉણપ વગેરે દે દેખાય. આ કર્મોનું જેવું કામ છે, તેવું નામ છે. એમને કહેવામાં આવે છે ઘાતી. ઘાતી એટલે ઘાતકી, ઘાત કરનારા. વ્યવહારમાં આપણે કિઈને ઘાતકી કહીએ તો એ મોટી ગાળ ગણાય છે. પ્રાણીનો સંહાર કરનારા-કરાવનારા પણ પિતાને ઘાતકી તરીકે ઓળખાવવા રાજી નથી. એક વાર એક મીલમાલિકે ઝેરી લાડવા ખવડાવી કેટલાંક કૂતરાઓને મારી નંખાવ્યા. તે સંબંધમાં એક પત્રે ટીકા કરતાં લખ્યું કે આ કરપીણ કૃત્ય છે. કરપીણું એટલે ઘાતકી. મીલમાલીકને આથી ખૂબ ખોટું લાગ્યું અને તેણે પિતાની બદનક્ષી થયાનો કોર્ટમાં કેસ કર્યો. કેટે ફેંસલે આપ્યો કે લાડવામાં ઝેર ભેળવીને કૂતરાને મારી નાખવા એ કરપીણ કૃત્ય નથી, કારણ કે તેથી કૂતરા જલ્દી મરી જાય છે! જે તેને રીબાવી રીબાવીને માર્યા હોત તો એ