________________
-
-
-
-
અઢા, મિથુન અને
પ્રવાહ
[ આત્મતત્વવિચાર ' (૧૨) કલહ-કંકાસ કરવો તે.
(૧૩) અભ્યાખ્યાન–આળ ચઢાવવું તે. (૧૪) પશુન્ય –ચાડી ખાવી તે. (૧૫) રતિ-અરતિ–હર્ષ અને શેક કરવો તે. (૧૬) પરપરિવાદ-અન્યનો અવર્ણવાદ બેલ તે. (૧૭) માયામૃષાવાદ–પ્રપંચ કરવો તે. (૧૮) મિથ્યાત્વશલ્ય-વિપરીત શ્રદ્ધા કરવી તે.
અપેક્ષાવિશેષથી કાર્યકારણુભાવનો વિચાર કરતાં આ અઢારે પાપસ્થાનકનો સમાવેશ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પાપસ્થાનકમાં થઈ જાય છે. પાપને મુખ્ય પ્રવાહ આ પાંચ પાપસ્થાનકેમાંથી વહે છે.'
વિરતિનો અર્થ પાપનો ત્યાગ છે. અહીં ત્યાગથી શું સમજવું? તે પણ સ્પષ્ટ કરી દઈએ. જે વસ્તુને પિતાની ઈચ્છાથી છોડી દેવી, એ ત્યાગ કહેવાય. જે વસ્તુ પિતાની ઈચ્છા વિના છોડવી પડે, એને ત્યાગ ન કહેવાય. સુબંધુની કથા તમને આ વસ્તુની ખાતરી કરાવશે.
સુબંધુની કથા ભારતના ઇતિહાસની આ એક સત્ય ઘટના છે. સમ્રા ચંદ્રગુપ્તનાં મરણ પછી તેની ગાદીએ બિંદુસાર આવ્યો. તે વખતે નંદ રાજાને સંબંધી સુબંધુ તેનો પ્રધાન થયો. આ સુબંધુને ચાણકય ઉપર દ્વેષ હતો, એટલે તેણે અનેક પ્રકારની યુક્તિઓ કરી, અને તેથી બિંદુસારનું મન ચાણકય પરથી ઉઠી ગયું. ચાણકય બધી વરસ્તુસ્થિતિ સમજી ગયો
વાધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૭૫.
અને પિતાનો આખર સમય ન બગડે તે માટે પિતાની મિલકતની બધી વ્યવસ્થા કરીને તેણે અણસણનો રસ્તો લીધે. પરંતુ એ રીતે જીવનનો અંત આણતાં પહેલાં તેણે એક ડી તૈયાર કરી અને તેને પિતાના પટારામાં રાખી મૂકી. - ચાણકય મરણ પામ્યો, એટલે સુબંધુએ તેનું ઘર રહેવા માટે રાજા પાસેથી માગી લીધું. રાજાના તેના પર ચારે હાથ. હતા, એટલે તેની માગણી મંજૂર થઈ અને તે ચાણક્યનાં ઘરમાં રહેવા લાગ્યો. ત્યાં તેની બધી વસ્તુઓ એક પછી એક તપાસવા માંડી. તે વેળા પેલે પટારો પણ તપાસ્યો,. તો તેમાંથી બંધ પિટી નીકળી. સુબંધુએ એ પેટી ઉઘાડી નાખી, તો તેમાંથી બીજી એક પેટી નીકળી. એમ પેટીની. અંદર પેટી નીકળતાં છેવટે પેલી ડબ્બી નીકળી અને તેને ઉઘાડતાં જ તેમાંથી એક પ્રકારની સુગંધ આવવા લાગી. તેણે એ બરાબર સૂંઘી લીધી. હવે એ ડબ્બીમાં એક કાગળ લખેલે હતો, તે સુબંધુનાં વાંચવામાં આવ્યો. તેમાં લખ્યું હતું કે “જે મનુષ્ય આ ડબ્બીને સૂધે તેણે ત્યારથી માંડીને જીવનપર્યત સ્ત્રી, પલંગ, આભૂષણ અને સ્વાદિષ્ટ ભેજ-- નનો ત્યાગ કરે તથા કઠેર જીવન ગાળવું, અન્યથા. તેનો નાશ થશે.” - સુબંધુએ આ વાતની ખાતરી કરવા એક બીજા પુરુ-- ષને એ ડબ્બી સૂંઘાડી અને પછી તેને સ્વાદિષ્ટ ભજન. કરાવીને તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવીને પલંગ પર કે સુવાક્યો કે તરત મૃત્યુ પામ્યો. આથી તેને ખાતરી થઈ કે ચાણકયે કાગળમાં જે લખ્યું હતું, તે સાચું હતું.