SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 9 કામ કરવા માં આ * = [ આત્મતત્વચિાર ટંકશાળી હોય છે. તમે જેમ જેમ તેના પર વિચાર કરતા જાઓ, તેમ તેમ નવો પ્રકાશ લાધે. ઉપરની ગાથાનું પણ એમ જ છે. આજ સુધીમાં લાખો શ્રમણ-શ્રમણીઓએ તેનું અધ્યયન કર્યું છે અને તેમાંથી ધર્મને લગતા મૂળભૂત પ્રશ્નોનું સમાધાન મેળવ્યું છે. તમે પૂછશે કે “એ શી રીતે ? ” એટલે જણાવીએ છીએ કે દરેક મુમુક્ષુનાં મનમાં પહેલે પ્રશ્ન એ ઉઠે છે કે આ જગતમાં ઉત્કૃષ્ટ મંગલ કયું? તેને ઉત્તર “ધો ભંગામુઠુિં-ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે' એ શબ્દોથી મળી રહે છે. પ્રશ્ન-પંચપરમેષ્ઠિનમસ્કારને પણ ઉત્કૃષ્ટ મંગલ કહેનવામાં આવે છે, તેનું કેમ? ઉત્તર–પંચપરમેષ્ટિને કરવામાં આવતે નમસ્કાર એ ધર્મક્રિયા છે—ધર્મ છે, માટે જ તેને ઉત્કૃષ્ટ મંગલ કહેવામાં આવ્યું છે. જો તેમાં ધમધર્મભાવ ન હોત તે તેને -ઉત્કૃષ્ટ મંગલ ન જ કહેવાત. તાત્પર્ય કે ત્યાં પણ ધમની જ ઉત્કૃષ્ટ મંગલતા છે. મુમુક્ષુઓનાં મનમાં બીજો પ્રશ્ન એ ઉઠે છે કે “આ જગતમાં ધર્મો અનેક પ્રકારના છે. શું તે દરેકને ઉત્કૃષ્ટ મંગલરૂપ સમજવા?’ તેને ઉત્તર અહિંસા સંગનો તો શબ્દથી મળી રહે છે. ત્યાં એમ કહેવાને આશય છે કે દરેક ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ નથી, પણ જે ધર્મ અહિંસા, સંયમ અને તપનાં લક્ષણવાળે છે, તે કૃષ્ટ મંગલરૂપ છે. ધમની ઓળખાણ શી? આ ઉપરથી મુમુક્ષુને કેવા ધર્મનું અનુસરણ કરવું, તેનું યથાર્થ માર્ગદર્શન મળી જાય છે. - મુમુક્ષુનાં મનમાં ત્રીજો પ્રશ્ન એ ઉઠે છે કે આ ધર્મને આચરવાનું-પાળવાનું ફળ શું?’ તેને ઉત્તર “તા Tય સં સંતિ, ૪૪ મે સયા મો’ એ શબ્દોથી મળી રહે છે. જે આવા ઉત્તમ ધર્મનું પાલન કરે છે, તેને દેવે પણ નમસ્કાર કરે છે. જ્યારે દેવો નમસ્કાર કરે ત્યારે મનુખનું તે કહેવું જ શું? તાત્પર્ય કે આખા જગતને તે પૂજ્ય બને છે અને પિતાનું જીવન ધન્ય બનાવે છે. ધર્મમાં કેટલી જમ્બર તાકાત છે, તેને ખ્યાલ આ પરથી આવી શકશે. મહાનુભાવો ! ધર્મ એ કઈ મામુલી; સામાન્ય કે સાધારણ વસ્તુ નથી, પણ અસાધારણ કટિની વસ્તુ છે. પારસમણિ લેઢાને સેનું બનાવી દે છે, પણ ધર્મ તે લોઢા કરતાં યે કનિષ્ઠ મનુષ્યને દેવાધિદેવ બનાવી દે છે. તમે સંત દઢપ્રહારીની કથા સાંભળે, એટલે તમને આ વસ્તુની પ્રતીતિ થશે. - સંત દૃઢપ્રહારીની કથા બ્રાહ્મણને એક છોકરો હતો, તેનું નામ દુર. તે ૬. માનપણથી રખડુ મિત્રોની સોબતમાં ચડી ગયે અને આ છે. દિવસ જુગાર રમવા લાગે. માતાપિતાએ તેને ઘણા સમ- મજાવ્યું કે “તું જુગાર રમવાનું છોડી દે, જુગારના નાદે ચડવાથી ભલભલા ભૂપતિઓ પડી ગયા. તે તું કેણુ માત્ર જુગાર એ આપદનું ધામ છે અને તેને ખૂબ ખરાબ કરી કાઢતા છે.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy