________________
૨૦
આત્મતત્વવિચાર
તથા મિત્રોને એમ કહી આવું કે કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો, તેથી મરણની શિક્ષા પામ્યા છું. માટે તમે ભૂલેચૂકે પાપાચરણમાં ન પડશે.” તે એ પુરુષનું એવું કાકલુદી ભરેલું વચન સાંભળીને તું એને સજા કરતે થોડી વાર થંભી જાય ખરે?”
રાજા–હે ભંતે ! એમ તે ન બને. એ કામુક મારા અપરાધી છે, એટલે જરાયે ઢીલ કર્યા વિના હું તેને શૂળીએ ચડાવી દઉં.
આચાર્ય–હે રાજન! તારા દાદાની હાલત પણ આવી જ છે. તે પરતંત્રપણે નરકનાં દુઃખ ભેગવી રહ્યો છે, એટલે તને કહેવા શી રીતે આવી શકે? નારકીમાં આવેલે તાજો અપરાધી મનુષ્યલોકમાં આવવા તે ઈરછે છે, પણ તે ચાર કારણે અહીં આવી શકતો નથી. પ્રથમ તે નરકની ભયંકર વેદના તેને વિહલ કરી નાખે છે, એટલે તે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે. બીજું નરકના કઠેર સંત્રીઓપરમાધામીએ તેને ઘડીકે છૂટે મૂકતા નથી. ત્રીજું, તેનું વેદનીય કર્મ પૂરું ભગવાયેલું હોતું નથી. અને ચોથું, તેનું આયુષ્ય પૂરું થયેલું હેતું નથી, એટલે તે મનુષ્યલોકમાં આવી શકતું નથી. મરીને નરકમાં પડેલે પ્રાણ અહીં આવી શકતા નથી, તેનું કારણ તેની પરતંત્રતા છે, નહિ હે નરક નામની ગતિ નથી.
રાજા–જીવ કઈ સ્વતંત્ર વસ્તુ નથી એ મારી માન્યતા દઢીભૂત કરનારે બીજો દાખલો સાંભળો. આજ નગરીમાં મારી એક દાદી હતી. તે ઘણું ધાર્મિક હતી અને શ્રમણે પાસિકા