________________
પગબળ
૪૧૦
પૌષધ કરવાનો રિવાજ છે અને તે ન બની શકે તો યથાશક્તિ તપશ્ચર્યા તથા ધર્મધ્યાન કરવાનું વિધાન છે. છેવટે અભયનો ત્યાગ, લીલોતરીને ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ તે અવશ્ય કરવો ઘટે છે.
પર્વે અનાદિ કાલથી ચાલ્યા આવ્યા છે. એ દિવસે ઉલાસ વધે છે અને ભાવના જાગે છે, તેથી ગુરુકમ આત્મા લઘુકમી બની જાય છે. આ રીતે કાલ પણ કયારેક કારણ બને છે. | તીર્થક્ષેત્રમાં પણ પવિત્ર વાતાવરણને કારણે ધર્મ કરવાની ભાવના વિશેષ જાગૃત થાય છે. સામાન્ય રીતે કંજુસ ગણાતાં માણસે પણ ત્યાં જતાં ઉદાર બનતાં અને પિસા ખરચતાં જોવામાં આવે છે. એટલે વારંવાર તીર્થક્ષેત્રમાં જવું અને યથાશક્તિ ધર્મારાધન કરવું. આ રીતે એ ક્ષેત્ર પણ ભાલાસનું કાણું બને છે.
આનો અર્થ કોઈ એમ ન સમજશે કે ધર્મ તે પર્વ દિવસે કે તીર્થક્ષેત્રમાં જઈએ ત્યારે કરવા યોગ્ય છે. એ તે દરરોજ કરવા યોગ્ય છે. હર ઘડી ને હર પળે આચરવા ચોગ્ય છે. જેઓ દરરોજ ધર્મ કરતા હોય તેમણે પર્વતિથિના દિવસે વધારે ધર્મ કરવાને, તીર્થક્ષેત્રમાં જાય ત્યારે વધારે ધર્મ આચરવાનો. એ વખતે ઉલ્લાસનું પ્રમાણ વધારવાનું.
ભાવના કે ઉલાસ વિનાની ક્રિયા ધર્મનું ફળ ધીમે ધીમે આપે છે અને ફળ પ્રમાણમાં વ૯૫ હોય છે, ત્યાર