________________
કમબંધ
કષાય જીવન શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે, તે કષાય કહેવાય છે. અથવા જેનાથી કષ એટલે સંસારનો આય એટલે લાભ થાય, અર્થાત્ સંસાર વૃદ્ધિ પામે તે કષાય કહેવાય છે. આ કષાયના ચાર પ્રકારો છેઃ (૧) કેધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. શાસ્ત્રકારોએ તેને ભયંકર અધ્યાત્મદે કહ્યા છે
कोहं च माण च तहेव मायं, लोमं चउत्थ अज्झत्थदोसा। - કૈધ એટલે ગુસ્સે, દ્વેષ કે વૈર લેવાની વૃત્તિ. માન એટલે
અભિમાન, અહંકાર કે મદ. માયા એટલે કપટ, દગે કે અન્યને છેતરવાની વૃત્તિ અને લાભ એટલે તૃષ્ણા, લાલસા, કે વધારે ને વધારે લેવાની વૃત્તિ.
આ દરેક કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એવા ચાર ચાર પ્રકારો છે, તેનું વર્ણન આગળ પર કરીશું.
આ સોળ પ્રકારના કષાયને જન્મ આપનાર નવ પ્રકારના નેકષાયો છે, એટલે તેને નિર્દેશ પણ અહીં અવશ્ય કરે જોઈએ. તે આ પ્રમાણેઃ (૧) હાસ્ય, (૨) તિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) પુરુષવેદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. અહીં વેદ શબ્દથી કામ સંજ્ઞા sexual instinct સમજવી.
કષાય એ કર્મબંધનું પ્રબળ કારણ છે, તેથી જ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાને વારંવાર ઉપદેશ આપે છે.