________________
કમની શક્તિ
૩૭૪
કે “જે આ જ તમારા ગુરુ હોય તે મારે દીક્ષા જોઈતી નથી.” ગૌતમસ્વામીએ પૂછ્યું: “પણ તેનું કંઈ કારણ?” ખેડૂતે કહ્યું: “બસ, એમ જ. એ તમારા ગુરુ હોય તે મારે દીક્ષા જોઈતી નથી. અને તે રજોહરણ વગેરે ત્યાં જ મૂકી દઈ પાછો ફર્યો અને પિતાનું હળ ગ્રહણ કર્યું. એ ખેડૂત પૂર્વભવમાં સિંહ હતા, ત્યારે મહાવીર પ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેને માર્યો હતો, એટલે તેમને જોતાં જ આ પ્રમાણેને દુભવ તેના મનમાં ઉત્પન્ન થયો હતો,
ચિલાતીપુત્ર સુષમાને જેતે, રમાડતે અને તેની સાથે વાતે કરતે, ત્યારે જ તેને સંતોષ થતું. આંતરિક રીતે તે સુષમા જ તેનું જીવન બની ગઈ હતી. હવે કોઈ કારણથી નારાજ થયેલા ધન્ય સાર્થવાહે તેને નેકરીમાંથી રજા આપી, એટલે તેને એમનું ઘર છોડવું પડ્યું. પણ તેને જીવ તે સુષમામાં જ ભરાઈ રહ્યો.
ત્યારપછી ચિલાતીપુત્રે એક-બે સ્થળે નોકરી કરી, પણ તેનું ચિત્ત તેમાં કર્યું નહિ. છેવટે તે જુગારીઓની સેબતમાં પડશે અને જુગાર રમવા લાગ્યા. જુગાર રમતાં બીજા પણ ઘણા દેશે ઉત્પન્ન થાય છે, જેમકે ચેપી કરવી, મદ્યપાન કરવું, વેશ્યાગમન કરવું વગેરે. ચિલાતીપુત્ર આ બધા વ્યસનેમાં પૂરો થયો. સારાં કુટુંબની છાયા હેય, માથે સંસ્કારી વડીલો હોય, ત્યાં આવું ભાગ્યે જ બને, પણ ચિલાતીપુત્રને તે આવું કંઈ હતું જ નહિ. જે ગણે તે એક માતા જ હતી, પરંતુ તે ય અત્યારે મરણ પામી હતી.