________________
આત્મજ્ઞાન કયારે થાય છે
૨૪૯
શખી. માત્ર આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં જ નિર'તર મચ્યા રહે છે. તેમને સાચુ આત્મજ્ઞાન થયુ' કહેવાય. જેમને આવુ' જ્ઞાન થયુ હોય તે પુદ્ગલને પાષવાની વૃત્તિ ધરાવે નહિ, વિષયને વિષ માની તેની નજીક જાય નહિ અને કષાયને કાળા નાગ માની તેનાથી સદંતર મીતા રહે.
'
તમને આત્મા અને અનાત્માના ભેદ બરાબર સમજાય તે માટે અમે આત્માના વિષય આટલા વિસ્તારથી ચર્ચર્ચા છે અને તેની અનેક બાજુએ તમારી સમક્ષ રજૂ કરી છે. તમે એના નિર'તર વિચાર કરતા રહેા તા ‘હું દેહ છું.” એવી બુદ્ધિ હઠી જશે અને ‘હું' સરૅજ્ઞ સ* શક્તિમાન આત્મા છુ'' એવી બુદ્ધિ ઉત્પન્ન થશે. જ્યારે એવી બુદ્ધિ તમારામાં સ્થિર થઇ હશે, ત્યારે શ્રેય સામુ આવશે અને કલ્યાણ તમારા કાનમાં ફુંક મારીને કહેશે કે ' હું તમારી પાસે આવી ગયેલ છું. '
વિશેષ અવસરે કહેવાશે.