________________
બીજો ભાગ
શકાય અને શાસ્ત્રના વચનથી ઊલટું કહે છે–એવી ખાત્રી થાય તે છોડી પણ દેવાય, પરંતુ એમાં પિતાની વાતને–પિતાની માન્યતાને અશે પણ આગ્રહ નહિ જ જોઈએ. અજ્ઞાન હો તે સદૂગુરૂ પાસે નાના બચ્ચા જેવા બની જાવ. નાનાં બચ્ચાં ગમે તેવાં તોફાની, તે ય બચ્ચાં તે બચ્ચાં. માટે તે ઝટ સવાલ કરે કે–આ બેઠે છે ને મને ઉભે કેમ રાખે છે ? જે એને કહીએ કે તારી ભૂલ છે, તે એ કહેશે કે–ભૂલ સાબીત કરે ! નાનાં તે બેસી જાય, કહે બેસી જાય. કદાચ આડાઈ કરે તે ધેલ માર્યું પણ રડીને બેસી જાય. તમે એવા છે? એઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રાથી તમે વર્તે, તે તમે અભણ હોવા છતાં પણ તરી જાવ; બાકી તે, તમારી શી ગતિ થાય-એ તમે જ વિચારી લે! આભિગ્રહિક મિથ્યાત્વ:
અજ્ઞાન, એ ઘણું ખરાબ છે, પણ અજ્ઞાન સાથે આગ્રહ ભળે, એટલે તે એ ભારે ખાનાખરાબી કરી નાખે. અજ્ઞાન અને આગ્રહ, એ બે ઉપર મિથ્યાત્વ જીવે છે. બહુ અજ્ઞાન હોય તે અગર બહુ દુરાગ્રહ હોય, તે મિથ્યાત્વ સારી રીતિએ જીવે. જેને મિથ્યાત્વ ન જોઈએ અને સમક્તિ જોઈએ, તેણે આ બેયથી બચવું જોઈએ. આભિગ્રહિક મિથ્યાત્વ કોને કહેવાય, તેને સ્પષ્ટ કરતાં પરમ ઉપકારી, વાચકશેખર શ્રીમદ્ યશવિજ્યજી મહારાજા ફરમાવે છે કે
“ अनारलिततत्त्वस्याप्रज्ञापनीयताप्रयोजकस्वस्वाभ्युपगતન્નદાનનું ”
તત્વોના સ્વરૂપના વિષયમાં જેને વાસ્તવિક પ્રકારનું જ્ઞાન