________________
૪૮
ચાર ગતિનાં કારણે પાંચ પ્રકારનું પણ શાસ્ત્રોમાં વર્ણન કરાએલું છે. અભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભેગ, એવા પાંચ પ્રકારેથી પણ મિથ્યાત્વને ઓળખી શકાય છે. મિથ્યાત્વના આ પાંચેય પ્રકારને પણ, મિથ્યાત્વના બે પ્રકારમાં સમાવેશ થઈ શકે છે.
સ, અજ્ઞાની એ શું મિથ્યાદૃષ્ટિ છે?
અજ્ઞાની એટલે વિશેષ જ્ઞાનથી રહિત, પણ તે જ્ઞાનિની નિશ્રાએ ચાલનારે હોય અને એથી એને જે પિતાની માન્યતાને એ આગ્રહ ન હોય, કે જેથી એને જ્ઞાની તત્વનું જેવું સ્વરૂપ કહે તેને તે સ્વીકારી શકે નહિ, તો એનામાં મિથ્યાત્વ નથી. અજ્ઞાન સાથે આગ્રહ જોઈએ નહિ અને જ્ઞાનીની નિશ્રા જોઈએ. અજાણપણાને ટાળવાને પ્રયત્ન ચાલુ રાખે, જ્ઞાનને મેળવવાને જ્ઞાની ગુરૂની નિશ્રાએ પ્રયત્ન કર્યા કરે અને “ભગવાને જે કાંઈ કહ્યું છે, તે જ સાચું છે – આવું મનમાં વિચાર્યા કરે, એને મિથ્યાદષ્ટિ કહેવાય નહિ. એવા આત્માઓમાં, તના સ્વરૂપની બાબતમાં સ્વતન્ન નિશ્ચયાત્મકપણું નથી, પણ સગુરૂની નિશ્રાથી તે નિશ્ચયાત્મકપણું છે અને તેમાં ભૂલ થઈ જતી લાગે તે તેને સુધારવાની તૈયારી પણ છે, એટલે એવા આત્માઓ મિથ્યાષ્ટિ નથી; બાકી છે, જેટલા અજ્ઞાન એટલા નિયમ મિથ્યાષ્ટિ, એમાં શંકાને સ્થાન જ નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓને જે જ્ઞાન હોય તે સમ્યકેટિનું હેઈને, અલ્પણ એવા પણ સમ્યદૃષ્ટિને મિથ્યાદષ્ટિ જેવા અજ્ઞાન કહેવાય નહિ, પરંતુ વિશેષ જ્ઞાનના અભાવની અપેક્ષાએ એ આત્માઓને પણ અજ્ઞાન કહેવાય, તે એ વાત જુદી છે.