________________
તેઓશ્રીએ, મુંબઈ તરફ વિહાર લંબાવવા ધાર્યો હતે; પરંતુ સુરત જીલ્લાનાં જુદાં જુદાં ગામના શ્રીસંઘની આગ્રહભરી વિનંતિ હોવાથી, મુંબઈતરફ વિહાર લંબાવતાં પૂર્વે, તેઓશ્રીએ સુરત જીલ્લાનાં ગામમાં વિહાર કરવા માંડ્યો હતો અને નવસારી આવીને મુંબઈ તરફ વિહાર લંબાવવાની તેઓશ્રીની ભાવના હતી. તેઓશ્રી ચૈત્ર સુદીમાં નવસારી પધાર્યા અને નવસારીમાં પણ તેઓશ્રીની તારક નિશ્રામાં શ્રી અરિહન્તાદિ નવ પદેનું વિધિપૂર્વક સામુદાયિક આરાધન શરૂ થયું. " આ દરમ્યાનમાં, બન્યું એવું કે-એ સમયે, તેઓશ્રીના પૂ. ગુરૂદેવ–પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પાલીતાણા મુકામે વિરાજતા હતા અને ત્યાંથી પૂ. ગુરુદેવશ્રીન પુષ્ય દેહને લગતા એવા સમાચાર આવવા પામ્યા, કે જેને લઈને તરત જ પૂ. આચાર્યદેવશ્રીએ મુંબઈ તરફ વિહાર લંબાવવાની પિતાની ભાવનાને મોકુફ રાખી દીધી અને પાલીતાણા પૂ. ગુરુદેવશ્રીની સેવામાં પહોંચી જવાને નિર્ણય કરી લીધે.
આ નિર્ણય મુજબ, ચેત્રી એળી પૂર્ણ થતાની સાથે જ, ૧. પ્રવચનકાર મહાત્માશ્રીએ પોતાને વિહાર પાલીતાણા તરફ લંબાવ્યું અને જેઠ સુદ પાંચમના શુભ દિવસે તે તેઓશ્રી પિતાના પૂ ગુરૂદેવ–પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સેવામાં પહેચી ગયા.
એ વખતે, શ્રી સિદ્ધગિરિજીની તળેટીમાં આવેલી જેના સાયટીમાંના શેડ શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીના “રસિકનિવૃત્તિ-નિવાસ” નામના બંગલામાં, પૂ. સિદ્ધાન્ત મહેદાંધ