SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ ૩૨૩ અને પરિગ્રહની અલ્પતાને કહ્યા પછીથી, કહે છે કે-જેનામાં નમ્રતા અને સરલતા હોય અને તે પણ સ્વાભાવિક, બનાવટી નહિ. તે તે પણ મનુષ્યગતિના આયુષ્યના આશ્રવે છે. જેના માં આ ગુણ હય, તેને યેગ્યની આગળ નમ્રપણે વર્તવામાં કદી પણ હરકત નડે નહિ. માતા-પિતાને નમસ્કાર કરતાં, વડિલેને હાથ જોડતાં, મેટાને માન આપતાં, હૈયાને જરા પણ ક્ષોભ થાય નહિ, એવું ખરૂં? અહીં તે, હૈયાને ક્ષોભ ન થાય એ વાત નથી, પણ સ્વાભાવિક નમ્રતાની વાત છે. જ્યાં જેવી નમ્રતા કરવામાં માણસાઈ અને વિવેક ગણાય, ત્યાં તેવી નમ્રતાને આચરવાને પ્રયત્ન કરવો પડે નહિ, પણ સ્વભાવ જ એ કે-નમ્રતા આચરાઈ જ જાય–વાણીમાં ને વર્તનમાં ! તમે આમ તે ઘણાને સલામે ભરી હશે અને કદાચ ઘણે ઠેકાણે માથાં પણ મૂક્યાં હશે; પરન્તુ માતાપિતાના પગમાં કેટલીક વાર માથું મૂક્યું હશે ? કોઈ પણ ઘરના કે બહારના વડિલને ઘટતું માન આપવાનું, કેટલીક વાર બન્યું હશે ? કેઈનું પણ ઔચિત્ય હૈયાને ઉમળકાથી કેટલુંક સચવાયું હશે ? સ્વભાવમાં નમ્રતા હોવાના કારણે, રોજ માતા-પિતાને નમસ્કાર કરનારા કેટલા? તમે ઘરડા તે, માતા-પિતાદિને નમસ્કાર કરતા મોટા થયા છો ને ? આજે તે એ રિવાજ લગભગ ભૂલાઈ ગયું છે, પણ તમારા કાળમાં એ વિધિ પ્રચલિત હતું કે નહિ ? તમે એ રિવાજ જાળવ્યા હિત, તે એ જોઈને તમારા છોકરાઓ પણ શીખત ને . - રોજ પગમાં માથું મૂકતા હોત, તે ઉદ્ધત ઓછા પાક્ત ને? સામે બોલતાં, એ નમસ્કારને રિવાજ પણ, શરમ ઉપજાવત આગળ તે, આવા કેટલાક નિયમો કુળગત ચાલ્યા આવતા
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy